- પથુમ નિસાંકાએ સૌથી વધુ 55 રન ફટકાર્યા
- ભાનુકા રાજપક્ષેના 24, દાસુન શનાકાના 21 રન
- હરિસ રઉફ-મોહમ્મદ હસનૈને બે-બે વિકેટ ઝડપી
બોલર્સના શિસ્તબદ્ધ બોલિંગ બાદ ઓપનર પાથુમ નિશાન્કાએ નોંધાવેલા અણનમ 55 રનની મદદથી શ્રીલંકાએ અહીં રમાયેલી એશિયા કપના સુપર-4 તબક્કાની છેલ્લી લીગ મેચમાં પાકિસ્તાનને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. બંને ટીમ ફાઇનલમાં પહોંચી ચૂકી હોવાથી આ મેચના પરિણામની કોઇ અસર પડી નથી. બંને ટીમ વચ્ચે રવિવારે ફાઇનલ મુકાબલો રમાશે. પાકિસ્તાનના 121 રનના જવાબમાં શ્રીલંકાએ પાંચ વિકેટના ભોગે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. શ્રીલંકાએ ટૂર્નામેન્ટમાં સતત ચોથો વિજય હાંસલ કર્યો હતો. પાકિસ્તાનની ઇનિંગમાં બાબર આઝમે સર્વાધિક 30 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી વાનિંન્દુ હસરંગાએ 21 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
શ્રીલંકાને જીતવા 122 રનનો ટાર્ગેટ
એશિયા કપના અંતિમ સુપર-4 મુકાબલામાં શ્રીલંકાની દમદાર બોલિંગ સામે પાકિસ્તાનના બેટ્સમેનો ફ્લોપ સાબિત થયા હતા. શ્રીલંકા સામે પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા માત્ર 121 રન બનાવ્યા હતા અને શ્રીલંકાને જીતવા 122 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

શ્રીલંકાનો ટોસ જીતી બોલિંગનો નિર્ણય
એશિયા કપ 2022ના સુપર 4ના છેલ્લા મુકાબલામાં આજે શ્રીલંકન ટીમે દુબઈના મેદાન પર પાકિસ્તાન સામે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પાકિસ્તાનને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.
બંને ટીમની પ્લેઇંગ ઇલેવન
પાકિસ્તાન: મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), બાબર આઝમ (સી), ફખર જમાન, ઇફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, આસિફ અલી, મોહમ્મદ નવાઝ, હસન અલી, હરિસ રઉફ, ઉસ્માન કાદિર, મોહમ્મદ હસનૈન
શ્રિલંકા: પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ(વિકેટકીપર), ધનંજયા ડી સિલ્વા, દાનુષ્કા ગુનાથિલાકા, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા(કેપ્ટન), વાનિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, પ્રમોદ મદુશન, મહેશ થીક્ષાના, દિલશાન મદુશંકા