• શ્રીલંકાની ટીમ સામે બાંગ્લાદેશની ટીમ ઓલઆઉટ
  • બાંગ્લાદેશની ટીમે 164 રન બનાવ્યા
  • શ્રીલંકાને જીતવા માટે 165 રનનો ટાર્ગેટ મળ્યો

એશિયા કપ 2023ની બીજી મેચ શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે પલ્લેકેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં શ્રીલંકાની ટીમના બોલર્સે શાનદાર પ્રદર્શન કરીને બાંગ્લાદેશને 42.4 ઓવરમાં 146 રને ઓલઆઉટ કર્યું છે. શ્રીલંકા માટે મથીશા પથિરાનાએ 4 અને મહેશ તીક્ષ્ણાએ 2 વિકેટ પોતાના નામે કરી છે. સાથે બાંગ્લાદેશ માટે બેટિંગ કરીને નજમુલ હુસૈન શાંતોએ સૌથી વધુ 89 રનની ઈનિંગ રમી છે.

બાંગ્લાદેશનો ટોપ ઓર્ડર ફેલ

બાંગ્લાદેશ ટીમના કેપ્ટન શાકિબ અલ હસને આ મેચમાં ટોસ જીત્યા બાદ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ માટે ઈનિંગની શરૂઆત કરવા ઉતરેલા મોહમ્મદ નઈમ અને તજીંદ હસન સારી શરૂઆત કરાવવામાં સફળ રહ્યા નહતા. પોતાની પ્રથમ મેચ રમી રહેલો તંજીદ ખાતું ખોલ્યા વિના આઉટ થયો હતો. સાથે 25ના સ્કોર પર બાંગ્લાદેશની ટીમને બીજો ઝટકો મોહમ્મદ નઈમના રૂપે લાગ્યો હતો, જ્યારે 36ના સ્કોર પર કેપ્ટન શાકિબ અલ હસન આઉટ થયો હતો.

શાંતોએ ઈનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો

3 વિકેટ ગુમાવ્યા બાદ બંગ્લાદેશની ઈનિંગ નજમુલ હુસૈન શાંતોએ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. તૌહિદ હૃદય સાથે મળીને શાંતોએ ચોથી વિકેટ માટે 59 રનની પાર્ટનરશીપ સાથે સ્કોરને 100 રનની નજીક પહોંચાડ્યો હતો. જે બાદ હૃદય 20 રન બાનાવીને શનાકાનો શિકાર બન્યો હતો.


મેચમાં શ્રીલંકાના બોલરનો દબદબો જોવા મળ્યો

95ના સ્કોર પર 4 વિકેટ ગુમાવનારી બાંગ્લાદેશની ઈનિંગ શાંતોએ મુશફિકુર રહીમ સાથે આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પણ 13 રનના સ્કોર પર આઉટ થયો હતો. અહીંથી શ્રીલંકાના બોલરનો દબદબો જોવા મળ્યો હતો. બાંગ્લાદેશ માટે શાંતોએ 122 બોલ પર 89 રનની ઈનિંગ રમી હતી. જે બાદ શાંતો પણ આઉટ થયો હતો અને આખી ટીમ 42.4 ઓવરમાં 164 રન બનાવીને આઉટ થઈ હતી.

પથિરાનાએ 4 વિકેટ લીધી

શ્રીલંકા માટે આ મેચમાં મથીશા પથિરાનાએ પોતાની 7.4 ઓવરમાં 32 રન આપીને 4 વિકેટ પ્રાપ્ત કરી છે. સાથે મહેશ તીક્ષ્ણાએ 2 જ્યારે ધનજંય ડી સિલ્વા, વેલ્લાહે અને દસુશ શનાકાએ 1-1 વિકેટ પ્રાપ્ત કરી છે

  • Follow us on: