• 17 સપ્ટેમ્બરે એશિયા કપની ફાઈનલ મેચ રમાશે
  • ફાઈનલ માટે ACC એ રિઝર્વ ડે નથી રાખ્યો
  • ફાઈનલમાં વરસાદ આવશે તો બંને ટીમ વિજેતા બનશે

શ્રીલંકામાં રમાઈ રહેલી એશિયા કપ વરસાદના કારણે ખુબ ચર્ચામાં છે. એવી કોઈ મેચ નથી. ટૂર્નામેન્ટની દરેક મેચમાં વરસાદ વિલન બન્યો છે. આ તમામ વચ્ચે એશિયા કપની ફાઈનલ મેચને લઈ મહત્વની માહિતી સામે આવી છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે સ્પષ્ટ કર્યું કે, એશિયા કપના ફાઈનલ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો વરસાદના કારણે ફાઈનલ મેચ પૂર્ણ નહીં થાય, તો બંને ટીમને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.

શ્રીલંકામાં ટૂર્નામેન્ટનું આયોજન કરવા પર સવાલ ઉભા થયા

એશિયા કપની ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે રમવામાં આવશે, રિઝર્વ ડે ન હોવા છતાં ચોમાસાની ઋતુમાં શ્રીંલકામાં મેચનું આયોજન કરવા પર સવાલ ઉભા થયા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પહેલાં જ વરસાદના કારણે મોટું નુકસાન થયું હોવાનું નિવેદન આપ્યું છે. PCBએ કહ્યું કે, તે વરસાદના કારણે શ્રીલંકાના બદલે UAEમાં મેચનું આયોજન કરવા માંગતું હતું, પરંતુ ACC અધ્યક્ષ જય શાહે UAEને બદલે શ્રીલંકાને વિકલ્પ તરીકે પસંદ કર્યું છે.

વિવાદ ક્યાંથી શરૂ થયો?

આ સમગ્ર વિવાદની શરૂઆત એશિયા કપની મેજબાનીને લઈ શરૂ થયો હતો. આ વર્ષે એશિયા કપની મેજબાનીનો અધિકાર પાકિસ્તાન પાસે હતો. ભારતે સુરક્ષા કારણને લઈ પાકિસ્તાનમાં ટીમ મોકલવા ઈન્કાર કર્યો હતો. જે બાદ મેજબાનીને લઈ નવા વિકલ્પની શોધ શરૂ કરવામાં આવી હતી. અંતે મેજબાન માટે હાઈબ્રિડ મોડલ પસંદ કરવામાં આવ્યું હતું.

હાઈબ્રિડ મોડલ અંતર્ગત એશિયા કપનું આયોજન

આ હાઈબ્રિડ મોડલ અંતર્ગત એશિયા કપની 4 મેચ પાકિસ્તાનમાં રમવામાં આવી હતી અને બીજી તમામ મેચ શ્રીલંકામાં રમવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચનું આયોજન પણ શ્રીલંકામાં કરવામાં આવ્યું છે, પરંતુ હવે વરસાદના સંકટના કારણે ફાઈનલને લઈને પણ સવાલ ઉભા થયા છે.

  • Follow us on: