• ભારતીય ટીમની તાકાતમાં થયો વધારો
  • કેએલ રાહુલ સંપૂર્ણપણે ફિટ થયો
  • રાહુલ એશિયા કપ માટે શ્રીલંકા પહોંચ્યો

એશિયા કપ 2023 વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ સંપૂર્ણફિટ થઈને શ્રીલંકા પહોંચ્યો છે. ઈજાના કારણે રાહુલ ટૂર્નામેન્ટની શરૂઆતી 2 મેચ રમ્યો નહતો. હવે તે ટૂર્નામેન્ટમાં ટીમ સાથે જોડાયો છે.

આગામી મેચમાં રાહુલને ટીમમાં મળશે સ્થાન?

એશિયા કપ માટે રાહુલ ટીમનો મુખ્ય વિકેટકીપર છે, પરંતુ તે હાજર ન હોવાથી ઈશાનને તક આપવામાં આવી હતી. ઈશાને પાકિસ્તાન વિરુદ્ધ પ્રથમ મેચમાં સારૂં પ્રદર્શન કર્યું હતું. હવે એ જોવાનું દિલચસ્પ હશે કે, આગામી મેચમાં રાહુલને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવશે કે પછી ટીમ ઈશાન કિશન સાથે જ જશે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ઈજાના કારણે લાંબા સમયથી ટીમથી દૂર હતો.

ટીમ ઈન્ડિયા સુપર-4માં પહોંચી

ટીમ ઈન્ડિયા એશિયા કપના સુપર-4માં પહોંચી ગઈ છે. ભારતે નેપાળને 10 વિકેટે હરાવીને ટૂર્નામેન્ટના આગામી તબક્કામાં જગ્યા બનાવી છે. હવે ટીમ ઈન્ડિયા આગામી મેચ 10 સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ રમશે.

ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમે છે કેએલ રાહુલ

ઉલ્લેખનીય છે કે, કેએલ રાહુલ ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમે છે. અત્યાર સુધી રાહુલ પોતાના કરિયરમાં 47 ટેસ્ટ, 54 વનડે અને 72 T-20 મેચ રમ્યો છે. ટેસ્ટમાં તેમણે 7 સદી અને 13 ફિફ્ટીની મદદથી 2 હજાર 642 રન બનાવ્યા છે. આ ઉપરાંત વનડેની 52 ઈનિંગમાં રાહુલે 45.13ની એવરેજથી 1 હજાર 986 રન બનાવ્યા છે. જેમાં 5 સદી અને 13 ફિફ્ટી સામેલ છે. આ ઉપરાંત T-20 આંતરરાષ્ટ્રીયની 68 ઈનિંગમાં રાહુલે 2 સદી અને 22 ફિફ્ટીની મદદથી 266 રન બનાવ્યા છે.

  • Follow us on: