- કેએલ રાહુલ સંપૂર્ણ ફિટ થયો
- એશિયા કપમાં રાહુલની થઈ શકે વાપસી
- રાહુલ IPLમાં ઈજાગ્રસ્ત થયો હતો
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી કેએલ રાહુલને લઈ એક સારા સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર, રાહુલ એશિયા કપ 2023માં પહેલા ફિટ થયા છે. તે ટીમ ઈન્ડિયામાં જલ્દી પરત આવી શકે છે. રાહુલ IPL 2023માં ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તે લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે, પરંતુ હવે રાહુલે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. રાહુલ બેટિંગ કરવા સાથે વિકેટકીપિંગ પણ કરી રહ્યો છે.
રાહુલે નેટ્સમાં પ્રેક્ટિસ શરૂ કરી
મળતી માહિતી મુજબ, રાહુલ ઈજામાંથી બહાર આવ્યો છે. તે એશિયા કપ 2023માં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. તે જલ્દી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. રાહુલ ગત થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર પણ પોતાની ફિટનેસ અપડેટ કરે છે. તે વિકેટકીપિંગ અને બેટિંગ બંને પર ફોકસ કરે છે. બેંગલોરમાં સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીનો સ્ટાફ રાહુલનું ધ્યાન રાખી રહ્યો છે. તેમની રિકવરી પર ખુબ કામ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર રાહુલની પ્રેક્ટિસના અનેક વીડિયો સામે આવ્યા હતા. તે નેટ્સમાં પરસેવો પાડી રહ્યો છે.
રાહુલે સર્જરી કરાવી હતી
રાહુલ IPL 2023ના એક મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ રાહુલે સર્જરી કરાવી હતી. હવે તે મેદાનમાં પરત ફર્યો છે. તે ટુંક સમયમાં ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ટીમ ઈન્ડિયા માટે છેલ્લી વનડે માર્ય 2023માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમ્યો હતો. સાથે છેલ્લી ટેસ્ટ ફેબ્રુઆરી 2023માં રમ્યો હતો. આ ટેસ્ટ પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હતી. રાહુલ IPLમાં છેલ્લી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ રમ્યો હતો.