- કેએલ રાહુલે રિહેબ દરમિયાન બ્રેક લીધી
- મિત્રો સાથે વિતાવ્યો વિક એન્ડ
- વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
ભારતીય સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ અત્યારે ટીમ ઈન્ડિયાની બહાર છે. રાહુલ અત્યારે નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. તેમણે અત્યારે નેટ્સમાં બેટિંગ કરવી શરૂ કરી દીધી છે. રાહુલની બેટિંગ પ્રોગ્રેસને જોઈને અંદાજ લગાવવામાં આવે છે કે, તે આયરલેન્ડ વિરુદ્ધ સીરિઝમાં ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. આ તમામ વચ્ચે રાહુલે NCAમાંથી બ્રેક લીધી છે.
રાહુલે વીડિયો શેર કર્યો
ભારતીય બેટ્સમેને પોતાના ઈન્સ્ટાગ્રામના માધ્મયથી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોના માધ્યમથી રાહુલે જણાવ્યું કે, રોજના કામથી બ્રેક લીધી છે. સાથે જ તેમણે કેપ્શનમાં લખ્યું કે, મિત્રો સાથે વિકેન્ડ પર ચીલ. વીડિયોમાં રાહુલ પોતાના અમુક મિત્રો સાથે દેખાઈ રહ્યો છે. આ વીડિયોમાં રાહુલ ક્રિકેટ રમતા પણ જોવા મળ્યો છે. રાહુલના આ વીડિયોને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે.
https://www.instagram.com/p/CvWeHtiJgVw/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again
2.5 લાખથી વધુ લોકોએ વીડિયો પસંદ કર્યો
કેએલ રાહુલના આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર 2.5 લાખથી વધુ લોકો પસંદ કરી ચૂક્યા છે. સાથે કોમેન્ટના માધ્યમથી ફેન્સ આ વીડિયો પર રિએક્શન પણ આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, 'આગ લાગે ચાહે બસ્તીમે કેએલ ભાઈ અપની મસ્તી મેં'.
આયરલેન્ડ સીરિઝ પર થઈ શકે વાપસી
ઉલ્લેખનીય છે કે, આયરલેન્ડ વિરુદ્ધ સીરિઝના માધ્યમથી કેએલ રાહુલ ટીમ ઈન્ડિયામાં પરત આવી શકે છે. જો કે, હજુ રાહુલની ફિટનેસ અને વાસપીને લઈ અધિકૃત માહિતી સામે આવી નથી. આયરલેન્ડ સીરિઝ બાદ ટીમ ઈન્ડિયા એશિયાકપ અને પછી વર્લ્ડકલ જેવા મોટા ટુર્નામેન્ટમાં ભાગ લેશે.
2023માં છેલ્લી વનડે મેચ રમ્યો
રાહુલ ભારત માટે પોતાની છેલ્લી વનડે મેચ માર્ચ 2023માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમ્યો હતો. રાહુલ અત્યાર સુધી પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 47 ટેસ્ટ, 54 વનડે અને 72 T-20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. ટેસ્ટમાં રાહુલે 2 હજાર 642 રન, વનડેમાં 1 હજાર 986 રન અને T-20માં 2 હજાર 262 બનાવ્યા છે.