- એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
- ટીમમાં કેએલ રાહુલને આપવામાં આવ્યું સ્થાન
- રાહુલ હજુ સંપૂર્ણ ફિટ થયો નથી
ભારતે એશિયા કપ 2023 માટે ટીમ જાહેર કરી દીધી છે. ભારતીય સિલેક્ટર્સે કેએલ રાહુલને પણ ટીમ ઈન્ડિયામાં સ્થાન આપ્યું છે. રાહુલ ઈજાના કારણે લાંબા સમયથી ક્રિકેટથી દૂર રહ્યો હતો, પરંતુ હવે તે નેટ્સમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. રાહુલે નેશનલ ક્રિકેટ એકેડમીમાં ખુબ મહેનત કરી છે, પરંતુ પૂર્વ ભારતીય ક્રિકેટર શ્રીકાંત BCCIના આ નિર્ણયથી ખુશ નથી. શ્રીકાંતનું કહેવું છે કે, જો ટીમ સિલેક્શનના દિવસે કોઈ ખેલાડી સંપૂર્ણ ફિટ ન હોય તો તેને ટીમમાં સામેલ કરવો જોઈએ નહીં.
"ટીમ ઈન્ડિયાના સિકેલ્ટર્સ કન્ફ્યૂઝ"
શ્રીકાંતે કહ્યું કે, તમે એશિયા કપ રમી રહ્યા છો. જે પ્રીમિયર ટૂર્નામેન્ટ છે. આપણે ગત 2 એડિશનના ફાઈનલમાં પહોંચી શક્યા નથી. વર્લ્ડકપની ટીમને લઈને પણ કાંઈ ફિક્સ નથી. વર્લ્ડકપની ટીમ સિલેક્શનને લઈ ટીમ ઈન્ડિયાના સિલેક્ટર્સ કન્ફ્યૂઝ છે. તમારે સિલેક્શન પોલિસીની જરૂર છે. હું કોઈ પ્રકારની ક્રેડિટ લેવા માંગતો નથી. હું માત્ર એ કહી રહ્યો છું કે, અમારી સિલેક્શન પોલિસી પણ આવી જ હતી.
શ્રીકાંતે જુની વાતનો કર્યો ઉલ્લેખ
શ્રીકાંતે એક જુની વાતનો ઉલ્લેખ કરીને કહ્યો કે, ટેસ્ટ મેચ દરમિયાન પણ અમારી સાથે મુશ્કેલી થઈ હતી. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ મેચ હતી. VVS લક્ષ્મણે કહ્યું હતું કે, તે ફિટ થઈ જશે અને રમશે, પરંતુ મેચના દિવસે તે ફિટ થયા નહતા. તે સમયે અમે રોહિત શર્માને ટીમમાં લેવાનું વિચાર્યું હતું, પરંતુ તે ફુટબોલ રમવા સમયે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી અમે ઋદ્ધિમાન સાહાને ડેબ્યૂ કરવાની તક આપી હતી. જેથી જો સિલેક્શનના દિવસો કોઈ ખેલાડી ફિટ ન હોય, તો તે ખેલાડીનું સિલેક્શન કરવું જોઈએ નહીં.