• રાહુલ IPL 2023માં થયો હતો ઈજાગ્રસ્ત
  • 2 મહિનાથી રાહુલ રિહેબમાંથી રહ્યો છે પસાર
  • NCAએ રાહુલની ફિટનેસ પર નથી આપ્યું અપડેટ

ભારતીય સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલની એશિયા કપ 2023 અને વનડે વર્લ્ડકપ 2023માં હાજરીને લઈ સવાલ ઉભા થયા છે. આગામી ટૂર્નામેન્ટ માટે રાહુલનું રમવાનું હજું નક્કી થયું નથી. નેશનલ ક્રિકેટ એકેડમીએ કેએલ રાહુલની ફિટનેસ પર કોઈ પ્રકારનો સ્પષ્ટ સંકેત આપ્યો નથી.

રાહુલ 2 મહિનાથી NCAમાં

કેએલ રાહુલ છેલ્લા 2 મહિનાથી નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ કરી રહ્યો છે. મળતી માહિતી મુજબ, NCAએ હજુ સુધી BCCI અને પસંદગી સમિતિને ઓલ-ક્લિયર અંગે માહિતી આપી નથી. સાથે જ અનેક મીડિયા રિપોર્ટ્સમાં બીજા જ સંકેત અપાઈ રહ્યા છે. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું કે, રાહુલની ફિટનેસ NCAમાં રમાનારી પ્રેક્ટિસ મેચ પરથી નક્કી થશે.

ટીમ ઈન્ડિયાની મુશ્કેલી ઘટતી નથી

કેએલ રાહુલની ફિટનેસ પર કોઈ પ્રકારનું કોઈ અપડેટ ન મળ્યું તે ભારતની મુશ્કેલી વધારનારા સંકેત છે. રાહુલ ભારત માટે વનડેમાં ઓપનિંગથી લઈને મિડલ ઓર્ડરમાં મહત્વના બેટ્સમેન છે. વનડેમાં અત્યાર સુધીનું તેનું પ્રદર્શન ખુબ શાનદાર રહ્યું છે. રાહુલ અત્યાર સુધી ભારત માટે 69 વનડે મેચ રમ્યો છે. જેમાં તેમણે 2 હજાર 808 રન બનાવ્યા છે. જેમાં રાહુલે 6 સદી અને 15 ફિફ્ટી ફટકારી છે.

રાહુલની વાપસી ક્યારે થશે?

ભારતીય ટીમ મેનેજમેન્ટ કેએલ રાહુલને ટીમમાં પરત લાવવા માંગે છે. વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન જોઈને એવું લાગે છે કે, રાહુલના આવવાથી ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડરને મજબૂતી મળશે. અત્યારે ભારતીય ટીમનો મિડલ ઓર્ડર ખુબ નબળો છે. જેથી હવે જોવાનું એ રહ્યું કે, કેએલ રાહુલની ટીમમાં વાપસી ક્યારે થશે?

  • Follow us on: