આ સ્પર્ધામાં સૌથી સફળ ટીમ ભારત U19 જેણે આઠ વખત ટુર્નામેન્ટ જીતી છે, તેને ગ્રુપ Aમાં રાખવામાં આવી છે, જેમાં પાકિસ્તાન U19, જાપાન U19 અને UAE U19 પણ સામેલ છે. બીજી તરફ, ગ્રુપ Bમાં અફઘાનિસ્તાન U19, બાંગ્લાદેશ U19, નેપાળ U19 અને શ્રીલંકા U19 સામેલ છે.
શારજાહમાં પ્રેક્ટિસ મેચ
ટૂર્નામેન્ટ પહેલા, ભારતની અંડર 19 ટીમ 26 નવેમ્બરે શારજાહમાં પ્રેક્ટિસ મેચમાં બાંગ્લાદેશની અંડર 19 સામે ટકરાશે. ભારતીય અંડર 19 ક્રિકેટ ટીમ 30 નવેમ્બરે દુબઈમાં પાકિસ્તાન અંડર 19 ટીમ સામે ટૂર્નામેન્ટમાં તેના અભિયાનની શરૂઆત કરશે. આ પછી ભારતનો મુકાબલો 2 અને 4 નવેમ્બરના રોજ શારજાહમાં જાપાનની U19 અને UAEની U19 ટીમો સામે થશે.
ભારતીય U19 ટી: આયુષ મ્હાત્રે, વૈભવ સૂર્યવંશી, સી આન્દ્રે સિદ્ધાર્થ, મોહમ્મદ અમાન (કેપ્ટન), કિરણ ચોરમલે (વાઈસ-કેપ્ટન), પ્રણવ પંત, હરવંશ સિંહ પંગાલિયા (વિકેટકીપર), અનુરાગ કાવડે (વિકેટકીપર), હાર્દિક રાજ, મોહમ્મદ એનાન, કેપી કાર્તિકેય, સમર્થ નાગરાજ, યુધાજીત ગુહા, ચેતન શર્મા, નિખિલ કુમાર
નોન ટ્રાવેલિંગ રિઝર્વઃ સાહિલ પારખ, નમન પુષ્પક, અનમોલજીત સિંઘ, પ્રણવ રાઘવેન્દ્ર, ડી દીપેશ.
U19 એશિયા કપમાં ભારતની અંડર-19 ટીમનું શેડ્યૂલ નીચે મુજબ
ભારત અંડર-19 વિ પાકિસ્તાન અંડર-19: 30 નવેમ્બર, દુબઈ (10:30 સવારે IST)
ભારત અંડર-19 વિ જાપાન અંડર-19: 2 ડિસેમ્બર, શારજાહ (10:30 સવારે IST)
ભારત અન્ડર-19 વિ UAE અન્ડર-19: 4 ડિસેમ્બર, શારજાહ (10:30 સવારે IST)
પ્રથમ સેમિફાઈનલ મેચ: 6 ડિસેમ્બર, દુબઈ (સવારે 10:30 IST)
બીજી સેમિફાઇનલ મેચ: 6 ડિસેમ્બર, શારજાહ (સવારે 10:30 IST)
ફાઈનલ મેચ: 8 ડિસેમ્બર, દુબઈ (સવારે 10:30 IST)