- ACCની વાર્ષિક બેઠક 31 જાન્યુઆરીએ બાલીમાં યોજાશે
- બેઠકમાં એશિયાકપ 2025ને લઈને ચર્ચા કરવામાં આવશે
- એશિયાકપ 2025નું આયોજન UAE અને ઓમાન યોજાશે
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની વાર્ષિક બેઠક 31 જાન્યુઆરીએ બાલીમાં યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં આવતા વર્ષે યોજાનાર એશિયાકપ અંગે ઉંડાણપૂર્વક ચર્ચા થશે. આ બેઠકમાં તમામ એશિયાઈ ક્રિકેટ દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે. ACC ચીફ અને BCCI સેક્રેટરી જય શાહ પણ બાલી જશે. હવે, આ બેઠકના બે દિવસ પહેલા, આગામી એશિયાકપના ફોર્મેટ અને તેના યજમાનને લગતી માહિતી બહાર આવવા લાગી છે. એક અહેવાલ મુજબ એશિયાકપ 2025 T20 ફોર્મેટમાં હશે. જ્યારે UAE અને ઓમાનને હોસ્ટિંગ રાઇટ્સ મળી શકે છે.
આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ACC તેની વાર્ષિક બેઠકમાં આગામી એશિયાકપ અંગે નિર્ણય લઈ શકે છે. પરંતુ મળતી માહિતી અનુસાર, આ ટૂર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાઈ શકે છે. જ્યારે UAE અને ઓમાનને આ ટૂર્નામેન્ટની યજમાની મળી શકે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લો એશિયાકપ ODI ફોર્મેટમાં પાકિસ્તાન અને શ્રીલંકામાં હાઈબ્રિડ મોડલ પર રમાયો હતો. જેમાં 6 ટીમોએ ભાગ લીધો હતો.













