30 ઓગસ્ટે એશિયા કપની પ્રથમ મેચ
2 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
વન ડે ફોર્મેટમાં એશિયા કપનું અયોજન
એશિયા કપ 2023ના શિડ્યૂલની જાહેરાત થઈ ચૂકી છે. આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ 30 ઓગસ્ટે પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમવામાં આવશે. સાથે ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમીને કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મેચ 2 સપ્ટેમ્બરે રમવામાં આવશે, જ્યારે કેપ્ટન રોહિતના નૈતૃત્વ વાળી ટીમ ઈન્ડિયા પોતાની બીજી મેચ નેપાળ વિરુદ્ધ રમશે. ભારત અને નેપાળ વચ્ચે આ મેચ 4 સપ્ટેમ્બરે રમવામાં આવશે.
એશિયા કપ 2023નું શિડ્યૂલ શું છે?
એશિયા કપની ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે રમવામાં આવશે. ગત વખતે એશિયા કપનું આયોજન T 20 ફોર્મેટમાં થયું હતું, પરંતુ આ વખતે 50 ઓવરના ફોર્મેટમાં રમવામાં આવશે. ગ્રુપ સ્ટેજ બાદ સુપર 4 મેચ રમવામાં આવશે. એશિયા કપ 2023ના સુપર 4 મેચ 6,9,10,12,14 અને 15 સપ્ટેમ્બરે રમવામાં આવશે.
કઈ જગ્યાએ જોઈ શકાશે મેચ?
એશિયા કપ 2023ના મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે રમવામાં આવશે. ભારતીય ફેન્સ એશિયા કપના મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ જોઈ શકશે. આ ઉપરાંત ડિઝની પ્લસ હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે. આ સાથે જ ભારતીય મેચનું લાઈવ બ્રોડકાસ્ટિંગ ડીડી સ્પોર્ટ્સ પર પણ જોઈ શકાશે. ઉલ્લેખનીય છે કે, એશિયા કપની મેચના બ્રોડકાસ્ટિંગના રાઈટ્સ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પાસે છે.













