- 30 ઓગસ્ટથી શરૂ થશે એશિયા કપ
- ભારત પ્રથમ મેચ પાકિસ્તાન વિરુદ્ધ રમશે
- ભારતનો મિડલ ઓર્ડર મજબૂત થયો
એશિયા કપની શરૂઆત 30 ઓગસ્ટથી થશે. આ વર્ષે એશિયાની આ સૌથી મોટી ટુર્નામેન્ટ શ્રીલંકા અને પાકિસ્તાનમાં રમવામાં આવશે. આ વખતે પાકિસ્તાને એશિયા કપની મેજબાની કરવાની હતી, પરંતુ ભારતે પાકિસ્તાન જવાનો ઈનકાર કર્યો હતો. જેથી પાકિસ્તાન અને શ્રીલંકા બંને દેશ એશિયા કપની મેજબાની કરી રહ્યા છે. ભારતીય ટીમ એશિયા કપમાં પોતાની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ રમશે, ત્યારે ટીમ ઈન્ડિયા આ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે.
રોહિત અને શુભમન ગિલ કરશે ઓપનિંગ
એ નક્કી થઈ ગયું કે, એશિયા કપમાં રોહિત અને શુભમન ગિલની જોડી ઓપનિંગ કરશે. ગત લાંબા સમયથી ગિલ વનડેમાં ભારત માટે ઓપનિંગ કરી રહ્યો છે. તે આ ફોર્મેટમાં બેવડી સદી પણ ફટાકારી ચૂક્યો છે. જે બાદ ત્રીજા નંબર પર વિરાટ કોહલીનું રમવું નક્કી છે. કોહલી અત્યારે જોરદાર ફોર્મમાં છે અને ટીમને તેની પાસે ઘણી આશા છે.
મિડલ ઓર્ડરમાં કયા ખેલાડી હશે?
ગત થોડા સમયથી ટીમ ઈન્ડિયા મિડલ ઓવરમાં નબળી છે, પરંતુ એશિયા કપમાં આવું જોવા મળશે નહીં. કારણ કે, ઈજાગ્રસ્ત થયેલા ખેલાડીઓની વાપસી થઈ રહી છે. જેના કારણે મિડલ ઓર્ડરને મજબૂતી મળશે. 4 નંબર પર શ્રેયસ અય્યર રમશે. સાથે 5 નંબર પર કેએલ રાહુલનું રમવાનું નક્કી છે. ઉપરાતં વિકેટકીપિંગ પણ કેએલ રાહુલ જ કરશે.
ટીમ ઈન્ડિયામાં કેટલા બોલર હશે?
ટીમ ઈન્ડિયામાં હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર હશે. જે મેચ ફિનિશરની ભૂમિકા નિભાવશે. જે બાદ કુલદીપ યાદવ મુખ્ય સ્પિનર હશે. સાથે ફાસ્ટ બોલરની વાત કરવામાં આવે તો, મોહમ્મદ સિરાઝ, શાર્દુલ ઠાકુર અને જસપ્રીમ બુમરાહ ફાસ્ટ બોલિંગની જવાબદારી નિભાવશે.
એશિયા કપમાં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ(વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાઝ અને જસપ્રીત બુમરાહ.