• એશિયા કપ 2023ની સૌથી રોમાંચક મેચ
  • ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
  • ભારતે એશિયા કપ ટૂર્નામેન્ટના અભિયાનનો પ્રારંભ કર્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી મેચ રદ કરવામાં આવી છે. ભારતની ઈનિંગ બાદ વરસાદ શરૂ થયો હતો. આ વરસાદના કારણે આજની મેચ રદ કરવામાં આવી છે. સાથે જ બંને ટીમને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો છે. જેથી પાકિસ્તાન અત્યારે 3 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર નંબર 1 પર છે, જ્યારે ભારત 1 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર બીજા સ્થાને છે. ઉલ્લેખનીય છે કે, આ મેચમાં ભારતે ટોસ જીત્યો હતો. જે બાદ ભારતે બેટિંગ પસંદ કરી હતી. જેથી પાકિસ્તાને 48.5 ઓવરમાં ભારતને 266 રને ઓલઆઉટ કર્યું હતું. જે બાદ પાકિસ્તાનને જીત માટે 267 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ વરસાદના કારણે મેચની બીજી ઈનિંગ થઈ શકી નહીં. જેથી બંને ટીમને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો છે.

ભારતની ઈનિંગ

266/10 (48.5 ઓવર)- ભારતીય ટીમ 266 રન પર ઓલઆઉટ થઈ છે. જેથી પાકિસ્તાનને જીતવા માટે 267 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત માટે સૌથી વધુ 90 બોલ પર 87 રન હાર્દિક પંડ્યાએ અને 81 બોલ પર 82 રન ઈશાન કિશને કર્યા છે. સાથે જસપ્રીત બુમરાહે 16, જાડેજા અને અય્યરે 14, રોહિત શર્માએ 11, શુભમન ગિલે 10, વિરાટ કોહલી અને કુલદીપે 4 અને શાર્દુલ ઠાકુરે 3 રન બનાવ્યા છે.પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, શાહીન આફ્રિદીએ 2 મેડન ઓવર સાથે 10 ઓવર નાખી છે. જેમાં શાહિને 35 રન આપીને 4 વિકેટ લીધી છે. સાથે નસીમ શાહે 8.5 ઓવર નાખી છે. જેમાં તેમણે 36 રન આપીને 3 વિકેટ લીધી છે. આ ઉપરાંત હારિસ રઉફે 9 ઓવરમાં 58 રન આપીને 3 વિકેટ લીધી છે. સાથે મોહમ્મદ નવાઝે 8 ઓવરમાં 55 રન અને શાબાદ ખાને 9 ઓવરમાં 57 રન આપ્યા છે. ઉપરાંત આગા સલમાને 4 ઓવર નાખી છે. જેમાં તેમણે 21 રન આપ્યા છે. 

246/8 (45 ઓવર)-ભારતને સમ્માનનજનક સ્કોર અપાનરાના ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા સદી ફટકારતા ચૂક્યા છે. ઈશાન કિશન 82 રન પર આઉટ થયો છે, જ્યારે હાર્દિક પંડ્યા 87 રન બનાવીને આઉટ થયો છે. ઈશાનને હારિસ રઉફે અને હાર્દિકને શાહિન આફ્રિકીએ આઉટ કર્યો છે. આ સાથે જ આ મેચની 45 ઓવર પૂર્ણ થઈ છે. 45 ઓવર બાદ ભારતે 8 વિકેટના નુકસાને રન બનાવ્યા છે. પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, શાહીન આફ્રિદીએ 2 મેડન ઓવર સાથે 8 ઓવર નાખી છે. જેમાં શાહિને 25 રન આપીને 4 વિકેટ લીધી છે. સાથે નસીમ શાહે 8 ઓવર નાખી છે. જેમાં તેમણે 31 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત હારિસ રઉફે 8 ઓવરમાં 53 રન આપીને 3 વિકેટ લીધી છે. સાથે મોહમ્મદ નવાઝે 8 ઓવરમાં 55 રન અને શાબાદ ખાને 9 ઓવરમાં 57 રન આપ્યા છે. ઉપરાંત આગા સલમાને 4 ઓવર નાખી છે. જેમાં તેમણે 21 રન આપ્યા છે.

221/5 (40 ઓવર)-ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી મેચની પ્રથમ ઈનિંગની 40 ઓવર બાદ ભારતે 5 વિકેટના નુકસાને 221 રન બનાવ્યા છે. ઈશાન કિશન 82 રન પર આઉટ થયો છે. અત્યારે ભારત માટે હાર્દિક પંડ્યા 83 બોલ પર 80 રન કરીને અને રવિન્દ્ર જાડેજા 7 બોલ પર 3 રન કરીને બેટિંગ કરી રહ્યા છે. પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, શાહીન આફ્રિદીએ 2 મેડન ઓવર સાથે 7 ઓવર નાખી છે. જેમાં શાહિને 22 રન આપીને 2 વિકેટ લીધી છે. સાથે નસીમ શાહે 5 ઓવર નાખી છે. જેમાં તેમણે 20 રન આપ્યા છે. આ ઉપરાંત હારિસ રઉફે 8 ઓવરમાં 53 રન આપીને 3 વિકેટ લીધી છે. સાથે મોહમ્મદ નવાઝે 8 ઓવરમાં 54 રન અને શાબાદ ખાને 8 ઓવરમાં 46 રન આપ્યા છે. ઉપરાંત આગા સલમાને 4 ઓવર નાખી છે. જેમાં તેમણે 21 રન આપ્યા છે.

183/4 (35 ઓવર)- ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી મેચની પ્રથમ ઈનિંગની 35 ઓવર બાદ ભારતે 4 વિકેટના નુકસાને 183 રન બનાવ્યા છે. અત્યારે ભારત માટે ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા બંનેએ ફિફ્ટી ફટકારી છે. અત્યારે ઈશાન કિશન 76 બોલ પર 74 રન કરીને અને ઉપ-કેપ્ટન હાર્દિક પંડ્યા 65 બોલ પર 53 રન કરીને બેટિંગ કરી રહ્યા છે. પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, શાહીન આફ્રિદીએ 2 મેડન ઓવર સાથે 7 ઓવર નાખી છે. જેમાં શાહિને 22 રન આપીને 2 વિકેટ લીધી છે. સાથે નસીમ શાહે 5 ઓવર નાખી છે. જેમાં તેમણે 20 રન આપ્યા છે. આ ઉપરાંત હારિસ રઉફે 5 ઓવરમાં 36 રન આપીને 2 વિકેટ લીધી છે. સાથે મોહમ્મદ નવાઝે 7 ઓવરમાં 39 રન અને શાબાદ ખાને 7 ઓવરમાં 41 રન આપ્યા છે. ઉપરાંત આગા સલમાને 4 ઓવર નાખી છે. જેમાં તેમણે 21 રન આપ્યા છે.

149/4 (30 ઓવર)- ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી મેચની પ્રથમ ઈનિંગની 30 ઓવર બાદ ભારતે 4 વિકેટના નુકસાને 149 રન બનાવ્યા છે. અત્યારે ભારત માટે ઈશાન કિશન 61 બોલ પર 56 રન કરીને અને ઉપ-કેપ્ટન હાર્દિક પંડ્યા 50 બોલ પર 38 રન કરીને બેટિંગ કરી રહ્યા છે.  ઈશાન કિશને પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની આ ચોથી ફિફ્ટી ફટકારી છે. પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, શાહીન આફ્રિદીએ 2 મેડન ઓવર સાથે 7 ઓવર નાખી છે. જેમાં શાહિને 22 રન આપીને 2 વિકેટ લીધી છે. સાથે નસીમ શાહે 5 ઓવર નાખી છે. જેમાં તેમણે 20 રન આપ્યા છે. આ ઉપરાંત હારિસ રઉફે 5 ઓવરમાં 36 રન આપીને 2 વિકેટ લીધી છે. સાથે મોહમ્મદ નવાઝે 4 ઓવરમાં 19 રન અને શાબાદ ખાને 6 ઓવરમાં 34 રન આપ્યા છે. ઉપરાંત આગા સલમાને 2 ઓવર નાખી છે. જેમાં તેમણે 7 રન આપ્યા છે.

127/4 (25 ઓવર)- ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી મેચની પ્રથમ ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાને 127 રન થયો છે. આ મેચમાં ભારતનો ટોપ બેટિંગ ઓર્ડર ફરી ફેલ થયો છે. ભારતના કેપ્ટન રોહિત શર્મા, ઓપનર શુભમન ગિલ, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર નજીવા સ્કોરે આઉટ થયા છે. અત્યારે ભારત માટે ઈશાન કિશન 46 બોલ પર 43 રન કરીને અને ઉપ-કેપ્ટન હાર્દિક પંડ્યા 34 બોલ પર 30 રન કરીને બેટિંગ કરી રહ્યા છે. પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, શાહીન આફ્રિદીએ 2 મેડન ઓવર સાથે 6 ઓવર નાખી છે. જેમાં શાહિને 21 રન આપીને 2 વિકેટ લીધી છે. સાથે નસીમ શાહે 5 ઓવર નાખી છે. જેમાં તેમણે 20 રન આપ્યા છે. આ ઉપરાંત હારિસ રઉફે 5 ઓવરમાં 36 રન આપીને 2 વિકેટ લીધી છે. સાથે મોહમ્મદ નવાઝે 4 ઓવરમાં 19 રન અને શાબાદ ખાને 5 ઓવરમાં 27 રન આપ્યા છે.

102/4(20 ઓવર)- ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતા મહામુકાબલામાં 20 ઓવરની રમત પૂર્ણ થઈ છે. ભારતે 20 ઓવર બાદ 4 વિકેટના નુકસાને 102 રન બનાવ્યા છે. ભારત માટે રોહિત, કોહલી અને શ્રેયસ અય્યર અને શુભમન ગિલ આઉટ થયા છે. અત્યારે ઈશાન કિશન અને ઉપ-કેપ્ટન હાર્દિક પંડ્યા બેટિંગ કરી રહ્યા છે. ઈશાન કિશન 35 બોલ પર 32 રન અને હાર્દિક પંડ્યા 15 બોલ પર 16 રન કરીને બેટિંગ કરી રહ્યા છે.પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, શાહીન આફ્રિદીએ 5 ઓવર નાખી છે. જેમાં 2 મેડન ઓવર પણ સામેલ છે. આ 5 ઓવરમાં શાહિને 15 રન આપીને 2 વિકેટ લીધી છે. સાથે નસીમ શાહે 5 ઓવર નાખી છે. જેમાં તેમણે 20 રન આપ્યા છે. આ ઉપરાંત હારિસ રઉફે 5 ઓવરમાં 36 રન આપીને 2 વિકેટ લીધી છે. સાથે મોહમ્મદ નવાઝે 2 ઓવરમાં 11 રન અને શાબાદ ખાને 3 ઓવરમાં 17 રન આપ્યા છે.

72/4(15 ઓવર)- ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતા મહામુકાબલામાં 15 ઓવરની રમત પૂર્ણ થઈ છે. ભારતે 15 ઓવર બાદ 4 વિકેટના નુકસાને 72 રન બનાવ્યા છે. ભારત માટે રોહિત, કોહલી અને શ્રેયસ અય્યર બાદ શુભમન ગિલ 32 બોલ પર 10 રન કરીને આઉટ થયો છે. અત્યારે ઈશાન કિશન અને ઉપ-કેપ્ટન હાર્દિક પંડ્યા બેટિંગ કરી રહ્યા છે. ઈશાન કિશન 17 બોલ પર 14 રન અને હાર્દિક પંડ્યા 3 બોલ પર 5 રન કરીને બેટિંગ કરી રહ્યા છે.પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, શાહીન આફ્રિદીએ 5 ઓવર નાખી છે. જેમાં 2 મેડન ઓવર પણ સામેલ છે. આ 5 ઓવરમાં શાહિને 15 રન આપીને 2 વિકેટ લીધી છે. સાથે નસીમ શાહે 5 ઓવર નાખી છે. જેમાં તેમણે 20 રન આપ્યા છે. આ ઉપરાંત હારિસ રઉફે 4 ઓવરમાં 31 રન આપીને 2 વિકેટ લીધી છે.

58/3(12 ઓવર)- ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી મેચમાં વરસાદ બાદ ફરી શરૂ થઈ છે. મેચ શરૂ થતાની સાથે ઈશાન કિશન આક્રામ દેખાઈ રહ્યો છે. ક્રીઝ પર આવ્યા બાદ ઈશાન કિશને ઈનિંગની પ્રથમ સિક્સ ફટકારી છે. 

48/3(10ઓવર)- ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતા મહામુકાબલામાં 10 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 10 ઓવર બાદ ભારતે 3 વિકેટના નુકસાને 48 રન બનાવ્યા છે.  વિરાટ કોહલી 7 બોલમાં 4 રન કરીને આઉટ થયો છે, જ્યારે કેપ્ટન રોહિત શર્મા 22 બોલ પર 11 રન કરીને અને શ્રેયસ અય્યર 9 બોલ પર 14 રન કરીને આઉટ થયો છે. પાકિસ્તાન માટે  2 વિકેટ શાહિન આફ્રિદી અને 1 વિકેટ હારિસ રઉફે લીધી છે. અત્યારે ભારત માટે ઓપનર શુભમન ગિલ અને ઈશાન કિશન બેટિંગ કરી રહ્યા છે. શુભમન ગિલ 22 બોલ પર 6 રન કરીને ીશાન કિશન 6 બોલમાં 2 રન કરીને બેટિંગ કરી રહ્યો છે.

30/2(7 ઓવર)- પાકિસ્તાનના બોલર શાહીન આફ્રિદીએ રોહિત શર્મા બાદ વિરાટ કોહલીને બોલ્ડ કર્યો છે. કોહલી 7 બોલમાં 4 રન કરીને આઉટ થયો હવે હવે ભારત માટે શુભમન ગિલ 12 બોલ પર 1 રન કરીને અને શ્રેયસ અય્યર 1 બોલ પર 1 રન કરીને બેટિંગ કરી રહ્યા છે. 

15/1(5 ઓવર)- ભારત માટે કેપ્ટન રોહિત શર્મા અને શુભમ ગિલે ભારત માટે ઓપનિંગ કર્યું હતું. જેમાં પ્રથમ 5 ઓવરમાં જ ભારતના કેપ્ટન રોહિત શર્મા આઉટ થયા છે. પાકિસ્તાનના સ્ટાર બોલર શાહીન  આફ્રિદીએ 5મી ઓવરની છેલ્લી બોલે રોહિત શર્માને બોલ્ડ આઉટ કર્યો છે. રોહિત 22 બોલ પર 11 રન કરીને આઉટ થયો છે, જ્યારે શુભમન ગિલ 8 બોલ પર 0 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. રોહિતના આઉટ થવા પર ભારત માટે વિરાટ કોહલી બેટિંગ કરવા આવ્યો છે. પાકિસ્તાન માટે નસીમ શાહે 2 ઓવર નાખી છે. જેમાં નસીમે માત્ર 3 રન આપ્યા છે. જ્યારે પાકિસ્તાનના સ્ટાર બોલર  આફ્રિદીએ 3 ઓવર નાખી છે. જેમાં શાહીને 11 રન  આપીને 1 વિકેટ લીધી છે.


ગિલ અને રોહિતે ઓપનિંગ કર્યું 

ભારત માટે કેપ્ટન રોહિત શર્મા અને ઓપનર શુભમન ગિલે ઓપનિંગ કર્યું છે. પાકિસ્તાન તરફથી પ્રથમ ઓવર શાહીન અફરીદી નાખવા આવ્યો છે. આજની મેચમાં સમગ્ર દુનિયાના ક્રિકેટ ફેન્સની નજર છે.


ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો

એશિયા કપની સૌથી મોટી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો ટોસ થયો છે. આ ટોસ ભારતે જીત્યો છે. ભારતે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ શ્રીલંકાના પલ્લેકેલે આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતે આ મેચથી એશિયા કપ ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરી છે, જ્યારે પાકિસ્તાન નેપાળને હરાવી પોતાની બીજી મેચ રમી રહ્યું છે.

પાકિસ્તાન અને શ્રીલંકાની ધરતી પર રમાઈ રહેલા એશિયાકપમાં આજે ભારત પોતાના પહેલા મેચથી અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યું છે. જ્યારે પાકિસ્તાનની એશિયા કપમાં આ બીજી મેચ છે. પહેલી મેચમાં પાકિસ્તાને નેપાળને 238 રને હરાવ્યું હતું. પહેલી જ મેચમાં ભારતનો સામનો તેના સૌથી મોટા હરીફ પાકિસ્તાન સામે છે. આ હાઈ વોલ્ટેજ મેચને માત્ર ભારત અને પાકિસ્તાનના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ક્રિકેટપ્રેમીઓ જોઈ રહ્યા છે.

ભારત-પાકિસ્તાન મેચ પહેલા હવામાનમાં સુધારો, વરસાદ નહીં, મેદાન પર કવર હાજર

પલ્લેકલેમાં યોજાનારી ભારત-પાકિસ્તાન એશિયા કપ મેચ પહેલા હવામાનમાં સુધારો થયો છે. અત્યારે વરસાદ નથી પડતો, પરંતુ મેદાન પર કવર હજુ પણ હાજર છે. પાકિસ્તાની ટીમ પલ્લેકેલેના સ્ટેડિયમમાં પહોંચી ગઈ છે.

જો કે કેન્ડીમાંથી હવામાનની લેટેસ્ટ અપડેટ મુજબ કેન્ડીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે. હાલમાં વરસાદ અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. આકાશમાં વાદળો ગાઢ બની રહ્યા છે. મેચ સમયસર શરૂ થવાની શક્યતા ઘણી ઓછી છે.

પલ્લેકલેમાં વરસાદને કારણે પીચ કવર કરવામાં આવી

પલ્લેકલેમાં વરસાદ શરૂ થઈ ગયો છે. જેના કારણે પીચ અને તેની આસપાસનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે. અગાઉ વરસાદ ન હતો તેથી કવર હટાવવામાં આવ્યા હતા. જો વરસાદ ચાલુ રહેશે તો મેચમાં વિલંબ થઈ શકે છે.

IND vs PAK પિચ રિપોર્ટ

આ મેચ કેન્ડીમાં રમાશે. અહીંની પીચ બેટિંગ માટે સારી છે કારણ કે બોલ સારી બેટ પર આવે છે. પિચની સપાટી થોડી શુષ્ક હશે, તેથી સ્પિનરો આ પીચ પર કમાલ કરી શકે છે. અહીં સરેરાશ સ્કોર 250 છે તેથી માની શકાય કે મેચ હાઈ સ્કોરિંગ હશે. જો કે, બંને ટીમોમાં સારા પેસર છે, તેથી તેને માત્ર સ્પિનરોની રમત કહેવું થોડું મુશ્કેલ હશે.

ODIમાં પાકિસ્તાનનું પલડું ભારે

ODI ક્રિકેટમાં હેડ ટુ હેડની વાત કરીએ તો, અહીં ભારત પર પાકિસ્તાનનું પલડું ભારે જોવા મળે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1978માં પ્રથમ વનડે રમાઈ હતી. છેલ્લી મેચ 2019 વર્લ્ડ કપમાં થઈ હતી. આ દરમિયાન બંને ટીમોએ 132 વનડે મેચ રમી છે. આમાં ભારતને 55 જીત મળી છે. પાકિસ્તાને 73 મેચ જીતી હતી. 4 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી.
વનડેમાં ભારત વિરુદ્ધ બાબર આઝમનું પ્રદર્શન

વર્ષટૂર્નામેન્ટરન
2017ચેમ્પિયન ટ્રોફી8
2017ચેમ્પિયન ટ્રોફી46
2018એશિયા કપ47
2018એશિયા કપ9
2019વર્લ્ડ કપ48

એશિયા કપમાં ભારત આગળ

એશિયા કપની વાત કરીએ તો અહીં ભારતનું પાકિસ્તાન પર વર્ચસ્વ જોવા મળે છે. ભારત અને પાકિસ્તાન 1984માં ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ટકરાયા હતા. એશિયા કપના ODI ફોર્મેટમાં બંને ટીમો વચ્ચે 13 મેચ રમાઈ છે. ટીમ ઈન્ડિયાએ આમાં 7 જીત મેળવી છે જ્યારે પાકિસ્તાને 5 મેચ જીતી છે. એક મેચ અનિર્ણિત રહી હતી. આ સમયગાળા દરમિયાન ઘણી નજીકની મેચો થઈ છે. ભારત પાસે કુલ 7 એશિયા કપ ટ્રોફી છે, જ્યારે પાકિસ્તાન માત્ર બે વખત જ ટૂર્નામેન્ટ જીતવામાં સફળ રહ્યું છે.


પાકિસ્તાન વિરુદ્ધ રોહિત શર્માનું પ્રદર્શન

વનડેમાં પાકિસ્તાન વિરુદ્ધ બેટિંગ કરીને રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને બેટ્સમેનોએ 2-2 સદી ફટકારી છે. જો કે, રોહિત શર્માએ કોહલીથી વધુ રન બનાવ્યા છે. રોહિત શર્મા અત્યાર સુધી પાકિસ્તાન વિરુદ્ધ વનડેમાં 16 મેચ રમ્યો છે. જેમાં રોહિતે 51.4ની એવરેજથી 720 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 2 સદી અને 6 ફિફ્ટી ફટકારી છે. સાથે રોહિત શર્માએ 64 ફોર અને 16 સિક્સ લગાવી છે. પાકિસ્તાન વિરુદ્ધ રોહિત શર્માનો હાઈસ્કોર 140 રન છે.


પાકિસ્તાન વિરુદ્ધ કિંગ કોહલીનું પ્રદર્શન

પાકિસ્તાન વિરુદ્ધ વિરાટ કોહલી 13 વનડે ઈનિંગ રમ્યો છે. જેમાં કોહલીએ 48.7ની એવરેજથી 536 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ 2 સદી અને 2 ફિફ્ટી ફટકારી છે. જેમાં કોહલીનો હાઈસ્કોર 183 રન છે. આ દરમિયાન કોહલીએ 50 ફોર અને 5 સિક્સ પણ ફટકારી છે.


બંને દેશની પ્લેઈંગ ઈલેવન

ભારત-રોહિત શર્મા, ઇશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ.

પાકિસ્તાન- ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઇફ્તિખાર અહમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ.

  • Follow us on: