- પુરૂષ અને મહિલા બંને ટીમમાં કરાયો ફેરફાર
- પુરૂષ ટીમના ફાસ્ટ બોલર શિવમ માવી પીઠમાં ઈજા
- મહિલા ટીમની ફાસ્ટ બોલર અંજલિ સરવાણીને ઘૂંટણમાં ઈજા
ચીનના હાંગઝોઉમાં રમાનારી એશિયન ગેમ્સ 2023 પહેલાં ભારતીય પુરૂષ અને મહિલા ક્રિકેટ ટીમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતાં આ ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમમાં ફેરફાર કર્યા બાદ BCCIએ અપડેટેડ ટીમની જાહેરાત કરી છે. પુરુષ ટીમમાં આકાશ દીપને અને મહિલા ટીમમાં સ્ટેન્ડબાય ખેલાડી તરીકે રહેલી પૂજા વસ્ત્રાકરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
શિવમ માવી ઈજાગ્રસ્ત થયો
પુરૂષ ટીમના ફાસ્ટ બોલર શિવમ માવી પીઠની ઈજાને કારણે એશિયન ગેમ્સમાંથી બહાર થઈ ગયો છે. માવીની જગ્યાએ આકાશ દીપને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, એશિયન ગેમ્સમાં પુરુષોની ક્રિકેટ ગેમ્સ 28 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન T20 ફોર્મેટમાં રમાશે. આ ટીમનું નૈતૃત્વ ઋતુરાજ ગાયકવાડ કરશે, જ્યારે મહિલા ટીમનું નૈતૃત્વ હરમનપ્રીત કૌર કરશે.
એશિયન ગેમ્સ માટે પુરૂષોની ભારતીય ટીમ
રૂતુરાજ ગાયકવાડ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, રિંકૂ સિંહ, જિતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, શિવમ માવી, શિવમ દુબે, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), આકાશ દીપ.
અંજલિ સરવાણી ઈજાગ્રસ્ત થઇ
મહિલા ટીમની ફાસ્ટ બોલર અંજલિ સરવાણીને ઘૂંટણમાં ઈજા થઈ છે. જેથી અંજલિના સ્થાને પૂજા વસ્ત્રાકરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટમાં મહિલા ક્રિકેટ ગેમ્સ 19થી 28 સપ્ટેમ્બર દરમિયાન T20 ફોર્મેટમાં રમાશે.
એશિયન ગેમ્સ માટે ભારતીય મહિલા સ્કવોડ
હરમનપ્રીત કૌર(કેપ્ટન), સ્મૃતિ મંધાના (ઉપ-કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), અમનજોત કૌર, દેવિકા વૈદ્ય, ટિટસ સાધુ, રાજેશ્વરી ગાયકવાડ, મિન્નુ મણિ, કનિકા આહુજા, ઉમા છેત્રી(વિકેટકીપર), અનુષા બરેડી અને પૂજા વસ્ત્રાકર.