• એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનો દબદબો
  • પ્રીતિએ ભારતને અપાવ્યો બ્રોન્ઝ મેડલ
  • સ્ટાર બોક્સર લવલીના ફાઈનલમાં પહોંચી

2023 એશિયન ગેમ્સમાં ભારતના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. એશિયન ગેમ્સના 10માં દિવસે બોક્સર પ્રીતિ પંવારે બ્રોન્ઝ મેડલ જીતીને દેશને 62મો મેડલ અપાવ્યો છે. આ સાથે સ્ટાર બોક્સર લવલિના બોર્ગોહેન પણ ફાઇનલમાં પહોંચી છે.

પ્રીતિ સેમિફાઇનલમાં હારી

ભારતીય બોક્સર પ્રીતિ પંવારને એશિયન ગેમ્સમાં 54 કિગ્રાની સેમિફાઇનલ મેચમાં ફ્લાયવેટ ચેમ્પિયન ચીનની ચાંગ યુઆન સામે હાર મળી છે. જેથી તેમને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો છે. આ સાથે તે પેરિસ ઓલિમ્પિકની ટિકિટ મેળવવામાં પણ ચૂકી છે.


શરૂઆતમાં પ્રીતિએ કર્યું હતું શ્રેષ્ઠ પ્રદર્શન

પ્રથમ ત્રણ મિનિટ પ્રીતિએ સારૂં પ્રદર્શન કર્યું હતું પરંતુ બાદમાં તે લય જાળવી શકી નહતી. ચીનના ખેલાડીએ જબરદસ્ત આક્રમકતા બતાવી અને તેને કોઈ તક આપી નહીં. પ્રથમ રાઉન્ડમાં 5માંથી ચાર જજે ચીની ખેલાડીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. બીજા રાઉન્ડમાં પ્રીતિએ તેનું ડિફેન્ડ તોડવાનો પ્રયાસ કર્યો હતો.


ફાઈનલમાં પહોંચી લવલીના, મેડલ કર્યો કન્ફર્મ

સ્ટાર બોક્સર લવલીના બોરેગોહેન મહિલાઓના 75 કિગ્રાના ફાઈનલમાં પહોંચી છે. લવલીનાએ થાઈલેન્ડની બાઈસન વિરુદ્ધ 5-0ના અંતરથી જીત મેળવી છે. આ સાથે જ લવલીનાએ બ્રોન્ઝ મેડલ તો કન્ફર્મ કર્યો છે. આ સાથે લવલીનાએ પેરિસ ઓલિમ્પિકની ટિકિટ પણ મેળવી છે.

  • Follow us on: