• ભારતે પ્રથમ વખત ટેબલ ટેનિસ મહિલા ડબલ્સમાં મેડલ જીત્યો
  • સુતીર્થ મુખર્જી અને અહિકા મુખર્જી જીત્યો બ્રોન્ઝ મેડલ
  • એશિયન ગેમ્સ 2018માં પુરુષોની ટીમે જીત્યો હતો બ્રોન્ઝ મેડલ

ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2023નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતની મહિલા ટેબલ ટેનિસ ટીમે સોમવારે ઇતિહાસ રચ્યો હતો. સુતીર્થ મુખર્જી અને અહિકા મુખર્જીના કારણે ટીમ ઈન્ડિયાને પ્રથમ વખત મહિલા ટેબલ ટેનિસ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ ગેમમાં ભારતનો આ પહેલો મેડલ છે. સુતીર્થ અને આહિકાને સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

સુતીર્થ અને અહિકાએ જીત્યો બ્રોન્ઝ

સુતીર્થ અને અહિકાનો સેમિફાઇનલમાં ઉત્તર કોરિયાના સુયોંગ ચા અને સુયોંગ પાકનો મુકાબલો થયો હતો. ઉત્તર કોરિયાની જોડીએ ભારતીય જોડીને હરાવી હતી. તેથી, સુતીર્થ-આહિકા 3-4થી હાર્યા બાદ જ બ્રોન્ઝ મેડલ મેળવી શકી હતી. ટીમ ઈન્ડિયાને આ બંને પાસેથી ગોલ્ડની આશા હતી. જોકે આ શક્ય બન્યું ન હતું. સુતીર્થ અને આહિકાના કારણે ભારતને પ્રથમ વખત એશિયન ગેમ્સની મહિલા ટેબલ ટેનિસ ડબલ્સમાં મેડલ જીત્યો છે.

2018માં રુષોની ટીમે જીત્યો હતો બ્રોન્ઝ

ભારત આ પહેલા એશિયન ગેમ્સમાં ટેબલ ટેનિસમાં પણ મેડલ જીતી ચૂક્યું છે. પરંતુ મહિલા ડબલ્સમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે ભારતીય જોડીએ મેડલ જીત્યો હોય. એશિયન ગેમ્સ 2018માં પુરુષોની ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2018માં જ શરથ અને મનિકા બત્રાએ મિક્સ ડબલ્સમાં બ્રોન્ઝ જીત્યો હતો. હજુ પણ ભારતને ગોલેડ મેડલ માટે રાહ જોવી પડશે.

ભારતની મેડલમાં ફિફ્ટી

તમને જણાવી દઈએ કે એશિયન ગેમ્સ 2023માં ભારતે અત્યાર સુધીમાં કુલ 56 મેડલ જીત્યા છે. જેમાં 13 ગોલ્ડ, 21 સિલ્વર અને 22 બ્રોન્ઝ સામેલ છે. ભારતને સોમવારે રોલર સ્કેટિંગમાં પહેલો મેડલ મળ્યો હતો. જેમાં ટીમ ઈન્ડિયાને બે બ્રોન્ઝ મેડલ મળ્યા છે. આ પછી સુતીર્થ અને આહિકાએ ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ જીત્યો હતો.

  • Follow us on: