• ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપની મેચ
  • ઓસ્ટ્રેલિયાએ બનાવ્યા 388 રન
  • ગ્લેન મેક્સવેલે ફટકારી વર્લ્ડકપની સૌથી લાંબી સિક્સ

નેધરલેન્ડ વિરુદ્ધ ગત મેચમાં 40 બોલમાં સદી ફટકારીને વર્લ્ડકપનો રેકોર્ડ પોતાના નામે કર્યા બાદ ગ્લેન મેક્સવેલે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પણ તૂફાની ઈનિંગ રમીને અનેક રેકોર્ડ બનાવ્યા છે. તેમણે આ મેચમાં 24 બોલમાં 41 રન બનાવ્યા અને વર્લ્ડકપ 2023ની સૌથી લાંબી સિક્સ ફટકારી છે. તેમણે ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરને આ મામલે પાછળ છોડ્યો છે. આટલું જ નહીં મેક્સવેલ હવે વર્લ્ડકપમાં સૌથી વધુ સિક્સ ફટકારનારો 5મો બેટ્સમેન બની ગયો છે. તે આ ઈનિંગમાં 2 સિક્સ ફટકારી અને રિકી પોન્ટિંગથી આગળ નિકળી ગયો છે.

ગ્લેન મેક્સવેલે લગાવી લાંબી સિક્સ

મેક્સવેલે આ ઈનિંગમાં 104 મીટરની એક લાંબી સિક્સ લગાવી છે. જે આ ટૂર્નામેન્ટની સૌથી લાંબી સિક્સ છે. આ પહેલાં ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યર આ મામલે ટોપ પર હતો. શ્રેયસે 101 મીટરની સિક્સ ફટકારી હતી, પરંતુ મેક્સવેલે આજની મેચમાં શ્રેયસ અય્યરનો લાંબી સિક્સ ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

વર્લ્ડકપમાં સૌથી વધુ સિક્સ ફટકારનારા ખેલાડી

ખેલાડી સિક્સ
ક્રિસ ગેલ 49
રોહિત શર્મા 40
એબી ડિવિલિયર્સ 37
ડેવિડ વોર્નર 36
ગ્લેન મેક્સવેલ 33
રિકી પોન્ટિંગ 31

ઓસ્ટ્રેલિયાએ બનાવ્યો વિશાળ સ્કોર

ઓસ્ટ્રેલિયાની ટીમ 49.2 ઓવરમાં 388 રનમાં ઓલઆઉટ થઈ છે. ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડે પોતાના વર્લ્ડકપ ડેબ્યૂમાં સદી ફટકારી છે. સાથે ડેવિડ વોર્નરે 81 રનની ઈનિંગ રમી છે. અંતમાં કેપ્ટન પેટ કમિન્સે 14 બોલમાં 37 રન બનાવીને ટીમનો સ્કોર 390 પાસે પહોંચાડ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમની સળંગ 3 મેચમાં જીત થઈ છે. સાથે ન્યૂઝીલેન્ડે શરૂઆતની 4 મેચ જીત્યા બાદ ભારત વિરુદ્ધ મેચ હારી હતી. આવી સ્થિતિમાં હવે એ જોવું દિલચસ્પ રહેશે કે, શું ન્યૂઝીલેન્ડની ટીમ 389 રનના ટાર્ગેટનો પીછો કરવામાં સફળ થશે, કે પછી ઓસ્ટ્રેલિયાની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને આવશે.

  • Follow us on: