- નેધરલેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની શાનદાર જીત
- ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 209 રને હરાવ્યું
- જીત બાદ મેક્સવેલે BCCI અને ICCની કરી ટીકા
ઓસ્ટ્રેલિયાની ટીમે 25 ઓક્ટોબરે નેધરલેન્ડ વિરુદ્ધ શાનદાર જીત મેળવી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે આક્રામક અંદાજમાં બેટિંગ કરી હતી. મેચમાં મેક્સવેલે વર્લ્ડકપ ઈતિહાસની સૌથી ઝડપી સદી ફટકારી છે. મેક્સવેલે માત્ર 40 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી હતી. આ મેચ બાદ મેક્સવેલનું એક નિવેદન વિવાદમાં આવ્યું છે. આ નિવેદનમાં મેક્સવેલે BCCI અને ICCની ટીકા કરી છે.
મેક્સવેલે કેમ કરી ટીકા?
મેક્સવેલે ખુલાસો કર્યો કે, અરુણ જેટલી સ્ટેડિયમમાં નેધરલેન્ડની ઈનિંગ દરમિયાન સાઉન્ડ એન્ડ લાઈટ શો દરમિયાન તેમને માથામાં દુઃખાવો ઉપડ્યો હતો. આ દરમિયાન મેક્સવેલે પોતાની આંખોને હાથથી ઢાંકી લીધી હતી. મેક્સવેલે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મેદાનમાં લાઈટિંગ દરમિયાન મને માથામાં ખુબ દુઃખાવો થયો હતો અને મારે મારી આંખોને એક્ઝેસ્ટ કરવામાં પણ ઘણો સમય લાગ્યો હતો. મારૂં માનવું છે કે, આ લાઈટિંગ શો દર્શકો માટે સારો હોય શકે છે, પરંતુ આ ક્રિકેટરો માટે ભયાનક હોય શકે છે.
વોર્નરે કર્યો મેક્સવેલનો બચાવ
ગ્લેન મેક્સવેલના આ નિવેદન બાદ ટીમના બીજા સાથી ખેલાડી ડેવિડ વોર્નરે તેનો બચાવ કર્યો હતો. મેચ બાદ વોર્નરે ટ્વીટ કરીને લખ્યું કે, શું માહોલ હતો, મને લાઈટિંગ શો ખુબ પસંદ છે. આ તમામ ફેન્સ માટે હતું.
309 રને ઓસ્ટ્રેલિયાની જીત
ઉલ્લેખનીય છે કે, આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રનથી હરાવ્યું છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયા માટે બેટિંગ કરીને ડેવિડ વોર્નરે 104 અને ગ્લેન મેક્સવેલે 106 રનની ઈનિંગ રમી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટના નુકસાને 399 રન બનાવ્યા હતા. જે બાદ નેધરલેન્ડની ટીમ માત્ર 90 પન પર ઓલઆઉટ થઈ હતી.