• શર્મા અને કોહલીની હાફસેન્ચુરી એળે ગઈ
  • મેક્સવેલ દમદાર પર્ફોમ કરીને પાસુ પલટ્યુ
  • ત્રીજી મેચમાં ભારતની હાર પણ સીરિઝ જીતી

રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે શ્રેણીની અંતિમ મેચ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ડેવિડ વોર્નરે કાંગારૂ ટીમ માટે સતત ત્રીજી અડધી સદી ફટકારી હતી. જ્યારે માર્શ, સ્મિથ અને લેબુશેને 96, 77, 72 રનની શાનદાર અડધી સદીની ઇનિંગ રમી હતી. મેચના અંત સાથે જ ટીમ ઈન્ડિયાના બોલરોએ ધમાકેદાર વાપસી કરી હતી.


353 રનના ટાર્ગેટ સામે હાંફી ગઈ ટીમ ઈન્ડિયા

આ મેચમાં જસપ્રીત બુમરાહે 3 જ્યારે કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને 353 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કાંગારૂ ટીમ માટે મેક્સવેલે શાનદાર બોલિંગ કરી હતી. ટીમ ઈન્ડિયામાં કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 81 રન બનાવ્યા હતા. આ મેચમાં મહેમાનોએ 66 રનથી જીત મેળવી હતી. આ સાથે જ ભારતીય ટીમે આ શ્રેણી 2-1થી જીતી લીધી હતી. ભારતીય ટીમની જીતની આશા ધીરે ધીરે ધૂંધળી થઈ રહી હતી. ગ્લેન મેક્સવેલનું પુનરાગમન જબરદસ્ત રહ્યું હતું. શ્રેયસ અય્યરે ચોથી વિકેટ મેળવીને ક્લીન બોર્ડ આપીને ટીમ ઈન્ડિયાની આશાઓને ફટકો આપ્યો હતો. શ્રેયસ 43 બોલમાં 48 રનની ઈનિંગ રમીને પરત ફર્યો હતો. ચોથી અને મહત્ત્વની વિકેટ મેક્સવેલે ખેરવીને મેચનું પાસું ફેરવી નાંખ્યું હતું.

ચાહકોનો ઉત્સાહ ઓસર્યો

વોશિંગ્ટન સુંદર 18 રન બનાવીને આઉટ થયો હતો. તેની વિકેટ ઓફ સ્પિનર ​​ગ્લેન મેક્સવેલને ગઈ. કુલ 11 ઓવર પછી સ્કોર એક વિકેટે 74 રન છે. રોહિત શર્મા 55 રને અને વિરાટ કોહલી શૂન્ય પર રમી રહ્યા હતા. ખુંખાર ગણાતા બેટ્સમેન પણ એકક્ષણ સુધી ઝીરો રનના સ્કોર પર રહ્યા હતા. જોકે, ધડાધડ પડતી વિકેટને કારણે ફેન્સનો ઉત્સાહ ઓસરી ગયો હતો. જોકે, સારી વાત એ છે કે, ભારતે સીરિઝ પોતાના કરી લીધી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની હાફ સેન્ચુરી બેકાર ગઈ હતી. રોહિશ શર્મા અને વૉશિંગટન સુંદર વચ્ચે 74 રનની મસ્ત પાર્ટનરશીપ થઈ હતી. 30 બોલમાં 18 રન બનાવી સુંદર આઉટ થયો હતો.


ગંભીર ઈજા થતા બચી

મેક્સવેલે રોહિત શર્માનો કેચ પકડીને શાનદાર વિકેટ ખેરવી હતી. જ્યારે મેક્સવેલે રોહિતનો કેચ પકડ્યો ત્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા બન્ને ચોંકી ગયા હતા. 21મી ઓવરમાં રોહિત શર્મા આઉટ થયો હતો. જોકે, કેચ પકડ્યા બાદ મેક્સવેલને પણ વિશ્વાસ થયો ન હતો કે ખરેખર રોહિત શર્માનો કેચ પકડીને આઉટ કરી દીધો છે. રીપ્લેમાં જોઈ શકાય એમ હતું કે, એક ઈંચ પણ મેક્સવેલ આગળ પાછળ થાત તો ગંભીર ઈજા થઈ શકે એમ હતી. 

  • Follow us on: