- જાન્યુઆરી 2024માં અંડર-19 વર્લ્ડકપનું આયોજન
- અંડર-19 વર્લ્ડકપનું શિડ્યૂલ જાહેર
- ભારત 14 જાન્યુઆરીએ પ્રથમ મેચ રમશે
ICCએ અંડર-19 વર્લ્ડકપના શિડ્યૂલની જાહેરાત કરી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમ પોતાના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ રમીને કરશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ મેચ 14 જાન્યુઆરીએ કોલંબોમાં રમવામાં આવશે. આ ટૂર્નામેન્ટનું આયોજન કોલંબોના 5 વેન્યૂ પર કરવામાં આવ્યું છે. સાથે અંડર-19 વર્લ્ડકપની ફાઈનલ મેચ 4 ફેબ્રુઆરીએ કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ ટૂર્નામેન્ટમાં 41 મેચ રમવામાં આવશે.
શ્રીલંકા સામે ઝિમ્બાબ્વે પડકાર
આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં મેજબાન શ્રીલંકા સામે ઝિમ્બાબ્વે પડકાર બનશે. આ મેચ 13 જાન્યુઆરીએ રમવામાં આવશે. આ પહેલાં વર્ષ 2006માં શ્રીલંકામાં અંડર-19 વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે 17 વર્ષ બાદ ફરી શ્રીલંકામાં અંડર-19 વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતીય ટીમનું શિડ્યૂલ
| તારીખ | મેચ |
| 14 જાન્યુઆરી 2024 | ભારત VS બાંગ્લાદેશ |
| 18 જાન્યુઆરી 2024 | ભારત VS USA |
| 20 જાન્યુઆરી 2024 | ભારત VS આયરલેન્ડ |
શ્રીલંકાના આ મેદાન પર રમવામાં આવશે મેચ
- પી સારા ઓવર મેદાન
- કોલંબો ક્રિકેટ ક્લબ
- નોન્દેસ્ક્રિપ્ટ ક્રિકેટ ક્લબ
- સિંહલીજ સ્પોર્ટ્સ ક્લબ
- આર. પ્રેમદાસા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ
ટીમ ઈન્ડિયા છે અંડર-19 વર્લ્ડકપની ડિફેન્ડિંગ ચેમ્પિયન
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ અંડર-19 વર્લ્ડકપની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ટીમ ઈન્ડિયાએ ગત વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. ઈંગ્લેન્ડે ખિતાબી મેચમાં 189 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 6 વિકેટના નુકસાને 195 રન બનાલી ફાઈનલ મેચ જીતી હતી. હવે એક વખત ફરી ભારતીય ટીમ પોતાના ટાઈટલને ડિફેન્ડ કરવા મેદાનમાં ઉતરશે. જો કે, એ જોવું દિલચસ્પ રહેશે કે, ભારતીય ટીમ પોતાના ખિતાબ બચાવ શકશે કે નહીં.