- આજે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ
- ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ
- ન્યુઝીલેન્ડની ટીમે 5 મેચમાંથી 4 મેચ જીતી
વર્લ્ડકપ 2023ની 27મી મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી. આ મેચ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની 5 રને જીત થઇ છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 388 રન બનાવ્યા હતા. જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ 50 ઓવરમાં 9 વિકેટના નુકસાને 383 રન બનાવી શકી હતી.
ન્યુઝીલેન્ડની ઇનિંગ
ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાની 5 રને જીત થઇ છે. આ મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 388 રન બનાવ્યા હતા. જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ 50 ઓવરમાં 9 વિકેટના નુકસાને 383 રન બનાવ્યા છે. ન્યુઝીલેન્ડ તરફથી સૌથી વધુ રન રચિન રવિન્દ્રએ બનાવ્યા હતા. રચિન રવિન્દ્રએ 89 બોલમાં 116 રન બનાવ્યા હતા. જેમાં તેણે 9 ફોર અને 5 સિક્સ ફટકારી છે. જ્યારે ડેરિલ મિચલે 51 બોલમાં 6 ફોર અને 1 સિક્સન મદદથી 54 રન બનાવ્યા હતા. જ્યારે ન્યુઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવેએ 17 બોલમાં 28 રન અને વિલ યંગ 37 બોલમાં 32 રન કરીને આઉટ થયા હતા. કેપ્ટન ટોમ લાથમે 22 બોલમાં 21 રનની ઈનિંગ રમી હતી. જીમી નિશમે 39 બોલમાં 58 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો જોસ હેઝલવુડે 8 ઓવરમાં 57 રન આપીને 2 વિકેટ ઝડપી છે. એડમ ઝમ્પાએ 10 ઓવરમાં 74 રન આપીને 3 વિકેટ ઝડપી છે. જયારે પેટ કમિન્સે 10 ઓવરમાં 66 રન આપીને 2 વિકેટ ઝેપી છે. ગ્લેન મેક્સવેલે 10 ઓવરમાં 62 રન આપીને 1 વિકેટ ઝડપી છે.
ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ રમાઇ રહેલી વર્લ્ડકપની મેચમાં બીજી ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ ન્યુઝીલેન્ડે 3 વિકેટના નુકસાને 171 રન બનાવ્યા છે. ન્યુઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવેએ 17 બોલમાં 6 બાઉન્ડ્રીની મદદથા 28 રન અને વિલ યંગ 37 બોલમાં 4 ફોર અને 1 સિક્સની મદદથી 32 રન કરીને આઉટ થયા હતા. ડેરિલ મિચલે 51 બોલમાં 54 રન બનાવીને આઉટ થયો હતો. હાલમાં ન્યુઝીલેન્ડ તરફથી રચિન રવિન્દ્ર 39 બોલમાં 40 રન અને કેપ્ટન ટોન લાથમ 3 બોલમાં 2 રન કરીને બેટિંગ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો જોસ હેઝલવુડે 6 ઓવરમાં 41 રન આપીને 2 વિકેટ ઝડપી છે. એડમ ઝમ્પાએ 4 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ ઝડપી છે. જયારે મિચેલ સ્ટાર્કે 4 ઓવરમાં 36 રન અને પેટ કમિન્સે 4 ઓવરમાં 26 રન આપ્યા છે.
ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને પ્રથમ પાવર પ્લેમાં બેકફૂટ પર ધકેલી છે. ન્યુઝીલેન્ડે 10 ઓવર બાદ બે વિકેટના નુકસાને 72 રન કર્યા છે. ડેવન કોનવે 28 અને વિલ યંગ 32 રન બનાવીને આઉટ થયા હતા. આ બંને વિકેટ જોસ હેઝલવુડે ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ રમાઇ રહેલી મેચમાં ન્યુઝીલેન્ડની ઇનિંગ શરૂ થઇ છે. જેથી ન્યુઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવે અને વિલ યંગ ક્રિઝ પર આવ્યા છે. આ મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી ઓસ્ટ્રેલિયા 388 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ન્યુઝીલેન્ડને જીત માટે 389 રનનો ટાર્ગેટ આપ્યો છે.
ઓસ્ટ્રેલિયાની ઇનિંગ
ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી વર્લ્ડકપની 27મી મેચમાં પ્રથમ ઇનિંગ પૂર્ણ થઇ છે. આ મેચમાં ટોસ જીતીને ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. ઓસ્ટ્રેલિયાએ 49.2 ઓવરમાં 388 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે. ન્યુઝીલેન્ડને જીત માટે 389 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડ બેટિંગ કરવા આવ્યા હતા. બંને ઓપનરે શાનદાર શરૂઆત કરતા પ્રથમ વિકેટ માટે 175 રનની પાર્ટનરશીપ કરી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન ટ્રેવિસ હેડે 67 બોલમાં 10 બાઉન્ડ્રી અને 7 સિક્સની મદદથી 109 રન બનાવ્યા હતા. જ્યારે ડેવિડ વોર્નરે 65 બોલમાં 5 બાઉન્ડ્રી અને 6 સિક્સની મદદથી 81 રન બનાવ્યા હતા. મેકસવેલે 24 બોલમાં 5 ફોર અને 2 સિક્સની મદદથી 41 રન બનાવ્યા હતા. વિકેટકીપર બેટ્સમેન જોસ ઇંગ્લીશએ 28 બોલમાં 38 રન બનાવ્યા હતા. જ્યારે પેટ કમિન્સ 14 બોલમાં 37 રન કરીને આઉટ થયો હતો.ન્યુઝાલેન્ડના બોલરના વાત કરવામાં આવે તો ગ્લેન ફલિપ્સે 10 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ ઝડપી છે. ટ્રેન્ટ બોલ્ટ 10 ઓવર નાખી હતી. જામા તેણે 77 રન આપીને 3 વિકેટ ઝડપી છે. જ્યારે મિચેલ સેન્ટનરે 10 ઓવરમાં 80 રન આપીને 2 વિકેટ ઝડપી છે. જીમી નિશમે 2 ઓવરમાં 32 રન આપીને 1 વિકેટ ઝડપી છે.
ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી વર્લ્ડકપની 27મી મેચમાં 25 ઓવરની રમત પૂર્ણ થઇ છે. આ મેચમાં ટોસ જીતીને ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. ઓસ્ટ્રેલિયાએ 25 ઓવર બાદ 25 ઓવરમાં 2 વિકેટના નુકસાને 206 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડ બેટિંગ કરવા આવ્યા હતા. બંને ઓપનરે શાનદાર શરૂઆત કરતા પ્રથમ વિકેટ માટે 175 રનની પાર્ટનરશીપ કરી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન ટ્રેવિસ હેડે 67 બોલમાં 10 બાઉન્ડ્રી અને 7 સિક્સની મદદથી 109 રન બનાવ્યા હતા. જ્યારે ડેવિડ વોર્નરે 65 બોલમાં 5 બાઉન્ડ્રી અને 6 સિક્સની મદદથી 81 રન બનાવ્યા હતા. હાલમાં ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ માર્શ 6 રન અને સ્ટીવ સ્મિથ 10 રન કરીને બેટિંગ કરી રહ્યા છે. ન્યુઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો ગ્લેન ફલિપસે 6 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ ઝડપી છે.
વર્લ્ડકપની પોતાની પ્રથમ મેચ રમી રહેલા ટ્રેવિસ હેડે માત્ર 67 બોલમાં 109 રનની શાનદાર ઇનિંગ રમીને આઉટ થયો હતો. જેમાં તેણે 10 બાઉન્ડ્રી અને 7 સિક્સ ફટકારી છે. ટ્રેવિસ હેડને ગ્લેન ફિલિપ્સે શિકાર બનાવ્યો હતો.
ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપની 27મી મેચ શરૂ થઇ છે. આ મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. જેથી ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડ બેટિંગ કરવા ક્રિઝ પર આવ્યા છે. જ્યારે ન્યુઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ પ્રથમ ઓવરની શરૂઆત કરી છે.
ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
ICC વનડે વર્લ્ડકપ 2023ની 27મી મેચ આજે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમવામાં આવશે. આ મેચ માટે ટોસ થયો છે. જે ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજની મેચમાં બંને ટીમોએ એક-એક ફેરફાર કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ કેમરોન ગ્રીનની જગ્યાએ ટ્રેવિસ હેડને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ન્યુઝીલેન્ડે માર્ક ચેપમેનની જગ્યાએ જીમી નિશમને સ્થાન આપ્યું છે. આ મેચ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ બંને ટીમ 5-5 મેચ રમી છે.
પિચ રિપોર્ટ
ધર્મશાળાની પિચ પરની મેચમાં, બંને ઇનિંગ્સના પ્રારંભિક પાવરપ્લે એટલે કે 10-10 ઓવરમાં નવા બોલ સાથે જબરદસ્ત સ્વિંગ થાય છે. આજની મેચમાં ફાસ્ટ બોલરોને મદદ મળશે. આ પિચ પર સ્પિનરોને પણ થોડી મદદ મળે છે. વિકેટ બંને છેડે થોડી ધીમી છે. એકંદરે અહીં બોલરોનું વર્ચસ્વ રહે તેવી શક્યતા છે. આ મેદાન પર, ટોસ જીતનાર પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે.
વેધર અપડેટ
ધર્મશાળામાં રાબેતા મુજબ હળવા વાદળો રહેશે. આછો તડકો પણ રહેશે. બપોરે મહત્તમ તાપમાન 21 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આજે અહીં વરસાદની કોઈ શક્યતા નથી.
હેડ ટૂ હેડ
ODI ક્રિકેટમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 141 ODI મેચો રમાઇ છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ 95 મેચ અને ન્યૂઝીલેન્ડે 39 મેચ જીતી છે. જ્યારે 7 મેચ અનિર્ણિત રહી હતી. આ સિવાય જો વર્લ્ડકપમાં બંને ટીમોના આંકડાની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે 11 મેચમાં ટક્કર થઈ છે. આ સમયગાળા દરમિયાન ન્યુઝીલેન્ડ માત્ર ત્રણ મેચ જીતી શક્યું છે. ન્યૂઝીલેન્ડે છેલ્લે 6 વર્ષ પહેલા ODI ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.
બંને દેશની પ્લેઈંગ ઈવેલન
ઓસ્ટ્રેલિયા- ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લેબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડ
ન્યુઝીલેન્ડ- ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિચેલ, ટોમ લાથમ (કેપ્ટન અને વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, જીમી નીશમ, મિચેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન અને ટ્રેન્ટ બોલ્ટ













