- આજે ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વચ્ચે મેચ
- દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ
- ઓસ્ટ્રેલિયાની 2 મેચમાં થઈ છે જીત
વર્લ્ડકપ 2023ની 24મી મેચ આજે ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વચ્ચે રમાઇ હતી. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઇ રહી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રને હરાવીને વર્લડકપ ઇતિહાસની સૌથી મોટી જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 399 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં નેધરલેન્ડ 90 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. હાલમાં ઓસ્ટ્રેલિયા પોઇન્ટ ટેબલમાં 6 પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે.
નેધરલેન્ડની ઇનિંગ
ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાની 309 રને જીત થઇ છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 399 રન બનાવ્યા હતા. જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડની ટીમ 21 ઓવરમાં 90 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. નેધરલેન્ડ તરફથી સૌથી વધુ રન વિક્રમજીત સિંહે 25 બોલમાં 25 રન કર્યા હતા. જેમાં તેણે 6 બાઉન્ડ્રી ફટકારી હતી. જ્યારે કેપ્ટન સ્કોવટ એડવર્ડ્સે 12, તેજા નિદામાનુરુ 14, સાઇબ્રેંડ એન્જેલબ્રેક્ટ 11 અને કોલિન એકરમેને 10 રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયાની બોલરની વાત કરવામાં આવે તો એડમ ઝમ્પાએ 3 ઓવરમાં 8 રન આપીને 4 વિકેટ ઝડપી છે. જ્યારે મિચેલ માર્શે 4 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ ઝડપી છે. પેટ કમિન્સ , જોસ હેઝલવુડ અને મિચેલ સ્ટાર્કે એક- એક વિકેટ ઝડપી છે.
400 રનના ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી નેધરલેન્ડની ટીમ પ્રથમ 10 ઓવરમાં બેક ફૂટ પર ધકેલાઇ ગઇ છે. નેધરલેન્ડે 13 ઓવરમાં 5 વિકેટને નુકસાને માત્ર 62 રન બનાવ્યા છે.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 399 રન બનાવ્યા છે. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડની ટીમ તરફથી મેક્સ ઓડાઉડ અને વિક્રમજીત સિંહ ઓપનિંગ કરવા ક્રિઝ પર આવ્યા છે. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે પ્રથમ ઓવરની શરૂઆત કરી હતી.
ઓસ્ટ્રેલિયાની ઇનિંગ
ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપ મેચમાં 50 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 50 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટના નુકસાને 399 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન ડેવિડ વોર્નરે 93 બોલમાં 11 બાઉન્ડ્રી અને 3 સિક્સની મદદથી 104 રન બનાવીને આઉટ થયો હતો. સ્ટિવ સ્મિથે 68 બોલમાં 71 રન બનાવ્યા હતા. જેમાં સ્મિથે 9 બાઉન્ડ્રી અને 1 સિક્સ ફટકારી છે. માર્નસ લાબુશને 47 બોલમાં 62 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ગ્લેન મેક્સવેલે 44 બોલમાં 106 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન મેક્સવેલે 9 બાઉન્ડ્રી અને 8 સિક્સ ફટકારી હતી. પેટ કમિન્સ 9 બોલમાં 12 રન અને એડમ ઝમ્પા 1 બોલમાં 1 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. નેધરલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો લોગાન વાન બીકે 10 ઓવરમાં 74 રન આપીને 4 વિકેટ ઝડપી છે. જ્યારે બાસ ડી લીડેએ 10 ઓવરમાં 115 રન આપીને 2 વિકેટ ઝડપી છે. આર્યન દતે 7 ઓવરમાં 59 રન આપીને 1 વિકેટ ઝડપી છે. પોલ વાન મીકરને 10 ઓવરમાં 64 રન આપીને એકપણ સફળતા મળી નથી.
ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપ મેચમાં 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ 25 ઓવર બાદ એક વિકેટના નુકસાને 166 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ માર્શ 15 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે સ્ટીવ સ્મિથ 68 બોલમાં 9 બાઉનડ્રી અને 1 સિક્સની મદદથી 71 રન બનાવીને આઉટ થયો છે. હાલમાં ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર 62 બોલમાં 79 રન અને માર્નસ લાબુશને 4 બોલમાં 3 રન બનાવીને બેટિંગ કરી રહ્યા છે. નેધરલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો લોગાન વેન બીકે 5 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ ઝડપી છે. જ્યારે આર્યન દતે 3 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ ઝડપી છે. કોલિન એકરમેને 4 ઓવર નાખી છે. જેમાં 19 રન આપીને એકપણ સફળતા મળી નથી.
વોર્નરની સદી બાદ ઓસ્ટ્રેલિયાની ચોથી વિકેટ પડી હતી. જોશ ઈંગ્લિસ 12 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો. બાસ ડી લીડે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. આ પછી ડેવિડ વોર્નર પણ આઉટ થયો હતો. વોર્નર 93 બોલમાં 104 રન બનાવીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટ ગુમાવીને 267 રન બનાવ્યા છે.
ઓસ્ટ્રેલિયાએ 10 ઓવર પછી એક વિકેટ ગુમાવીને 66 રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નર 21 રન બનાવીને રમી રહ્યો છે. સ્ટીવ સ્મિથે 25 બોલમાં 34 રન બનાવ્યા છે. તેણે 15 બોલમાં બે ફોરની મદદથી 9 રન બનાવીને આઉટ થયો હતો. માર્શને લોગાન વેન બીકે આઉટ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વચ્ચે વર્લ્ડકપની મેચ શરૂ થઈ છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર અને મિચેલ માર્શ ઓપનિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, નેધરલેન્ડ તરફથી આર્યન દત્તે પ્રથમ ઓવરની શરૂઆત કરી છે.
ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વચ્ચે વર્લ્ડકપની મેચ શરૂ થઈ છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયાએ ટીમમાં એક ફેરફાર કર્યો છે. માર્કસ સ્ટોઇનિસના સ્થાને કેમેરોન ગ્રીનને તક આપી છે.
પિચ રિપોર્ટ
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમની પિચ બેટ્સમેનો માટે મદદરૂપ રહી છે. બાઉન્ડ્રી નાની હોવાને કારણે અહીં ઘણા ફોર અને સિક્સ જોવા મળે છે. જેથી આજની મેચ હાઈ સ્કોરિંગ થવાની અપેક્ષા છે. જેથી ટોસ જીતનારો કેપ્ટન આ પિચ પર બોલિંગ પસંદ કરી શકે છે.
બંને દેશની પ્લેઇંગ ઇલેવન
ઓસ્ટ્રેલિયા- ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર),કેમેરોન ગ્રીન, પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ
નેધરલેન્ડ- મેક્સ ઓડાઉડ, વિક્રમજીત સિંહ, કોલિન એકરમેન, બાસ ડી લીડે, સાઇબ્રેંડ એન્જેલબ્રેક્ટ, તેજા નિદામાનુરુ, સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન અને વિકેટકીપર), લોગાન વેન બીક, રોલોફ વાન ડેર મેરવે, પોલ વાન મીકરેન અને આર્યન દત્ત













