• ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને બીજી ટેસ્ટમાં 79 રને હારવ્યું
  • આ ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાની સતત બીજી જીત
  • ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સને 'પ્લેયર ઓફ ધ મેચ'

ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ સિરીઝની બીજી મેચમાં પાકિસ્તાનને 79 રને હરાવ્યું હતું. આ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાની આ સતત બીજી જીત છે. મેલબોર્નમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 318 રન અને બીજા દાવમાં 262 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને પ્રથમ દાવમાં 264 રન અને બીજા દાવમાં 237 રન બનાવ્યા હતા. આ મેચ માટે પેટ કમિન્સને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ મેચમાં કમિન્સે કુલ 10 વિકેટ લીધી છે.

ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધીમાં 318 રન બનાવ્યા હતા. આ દરમિયાન માર્નસ લાબુશેને 155 બોલનો સામનો કરીને 63 રન બનાવ્યા હતા. લાબુશેનની આ ઇનિંગમાં 5 ફોર સામેલ હતી. ઓપનર ઉસ્માન ખ્વાજાએ 42 અને ડેવિડ વોર્નરે 38 રનનું યોગદાન આપ્યું હતું. મિચેલ માર્શે 41 રન બનાવ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાન તરફથી બોલિંગ કરતી વખતે જમાલે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે શાહીન આફ્રિદી, મીર હમઝા અને હસન અલીએ 2-2 વિકેટ લીધી હતી.

પાકિસ્તાનનો પ્રથમ દાવ

પાકિસ્તાને પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધીમાં 264 રન બનાવ્યા હતા. આ દરમિયાન કેપ્ટન શાન મસૂદે 54 રનની ઈનિંગ રમી હતી. બાબર આઝમ આ ઇનિંગમાં ફ્લોપ રહ્યો હતો. તે 1 રન બનાવીને આઉટ થયો હતો. રિઝવાને 42 રન અને શફીકે 62 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી બોલિંગ દરમિયાન કેપ્ટન કમિન્સે 5 વિકેટ ઝડપી હતી. તેણે 20 ઓવરમાં 48 રન આપ્યા હતા. જ્યારે નાથન લાયને 4 વિકેટ લીધી હતી.

ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ

ઓસ્ટ્રેલિયા તરફથી બીજી ઇનિંગમાં મિચેલ માર્શે શાનદાર બેટિંગ કરી હતી. તેણે 130 બોલનો સામનો કરીને 96 રન બનાવ્યા હતા. માર્શે આ ઇનિંગમાં 13 ફોર ફટકારી હતી. એલેક્સ કેરીએ 53 રન અને સ્ટીવ સ્મિથે 50 રન બનાવ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાન તરફથી બોલિંગ કરતા શાહીન આફ્રિદી અને મીર હમઝાએ 4-4 વિકેટ ઝડપી હતી. જમાલે 2 વિકેટ લીધી હતી.

પાકિસ્તાનનો બીજો દાવ

પાકિસ્તાનને જીતવા માટે 317 રનની જરૂર હતી. પરંતુ ટીમ 237 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ઇનિંગમાં શાન મસૂદ 60 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 7 ફોર ફટકારી હતી. બાબર આઝમે 41 રનની ઇનિંગ રમી હતી. રિઝવાને 35 રનનું યોગદાન આપ્યું હતું. આ સિરીઝમાં પાકિસ્તાન ટીમની સતત બીજી હાર છે. કમિન્સે 18 ઓવરમાં 49 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. આ મેચમાં કેપ્ટન કમિન્સે કુલ 10 વિકેટ ઝડપી હતી.

  • Follow us on: