આગામી બોર્ડર ગાવસ્કર ટ્રોફી સિરીઝ 22 નવેમ્બરથી શરૂ થવાની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા તૈયારી કરી રહ્યા છે. ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયાની ટીમે પણ આ સીરીઝ જીતવા માટે પ્લાનિંગ શરૂ કરી દીધું છે. આગામી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આ બંને ખેલાડીઓએ આ સિરીઝમાં ઘણા રન પણ બનાવ્યા છે. પરંતુ આ ખેલાડીઓ ઊંચી એવરેજથી રન બનાવી શક્યા નથી. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ એવરેજ સાથે રન બનાવવાનો રેકોર્ડ અક્ષર પટેલના નામે છે.


અક્ષર પટેલે સૌથી વધુ એવરેજથી બનાવ્યા રન

અક્ષર પટેલ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં અત્યાર સુધી તેની કારકિર્દીમાં માત્ર 4 મેચ રમ્યો છે. પરંતુ આ ખેલાડીએ આ સિરીઝમાં સૌથી વધુ એવરેજથી રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. અક્ષરે 4 મેચની 5 ઇનિંગ્સમાં 88ની એવરેજથી 264 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે પોતાના બેટથી 3 અડધી સદી પણ ફટકારી છે. જોકે, આ વખતે બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે અક્ષરની ટીમ ઈન્ડિયામાં પસંદગી કરવામાં આવી નથી.

સૌથી વધુ સરેરાશ રન ધરાવતા ખેલાડીઓ

બીજા સ્થાને મોહમ્મદ અઝહરુદ્દીનનું નામ આવે છે, જેમણે 4 મેચની 7 ઇનિંગ્સમાં 69.80ની એવરેજથી 349 રન બનાવ્યા છે. ત્રીજા નંબર પર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું નામ છે, જેણે 68.33ની એવરેજથી 410 રન બનાવ્યા છે. ચોથા સ્થાન પર નવજોત સિંહ સિદ્ધુ છે, જેમણે 68.20ની એવરેજથી 341 રન બનાવ્યા છે. પાંચમા સ્થાને સ્ટીવ સ્મિથ છે, જેણે 65.06ની એવરેજથી 1887 રન બનાવ્યા છે. આ યાદીમાં વિરાટ 18મા સ્થાને છે. તેણે 24 મેચની 42 ઇનિંગ્સમાં 8 સદી અને 5 અડધી સદી સાથે 48.26ની એવરેજથી 1979 રન બનાવ્યા છે.


બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઇશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, નિતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.

પ્રથમ ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયન ટીમ

પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, મિચેલ માર્શ, એલેક્સ કેરી, જોશ ઈંગ્લિસ, મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.

  • Follow us on: