• પાકિસ્તાન-ઈંગ્લેન્ડ પ્રથમ T20 મેચ પહેલા પત્રકાર પરિષદ
  • એક પત્રકારે ધીમી સ્ટ્રાઈક રેટ અંગે બાબરને પૂછ્યો સવાલ
  • PSLમાં જાણીજોઈને બાબરને આઉટ કર્યો નહીં: આકિબ જાવેદ

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ ઈંગ્લેન્ડ સામેની T20 સીરીઝની પ્રથમ મેચને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો હતો. આ દરમિયાન એક પત્રકારે ધીમી સ્ટ્રાઈક રેટ અંગે સવાલ પૂછ્યો, જેના પર બાબર ગુસ્સે થઈ ગયો.પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ સીરીઝની પ્રથમ T20 મેચ આજે કરાચીમાં રમાશે.

બાબરની સ્ટ્રાઈક રેટને લઇ બવાલ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ પોતાની ખરાબ સ્ટ્રાઈક રેટને કારણે ટીકાકારોના નિશાના પર છે. ચાહકો અને રમતગમતના દિગ્ગજ લોકો ચોક્કસપણે બાબરની બેટિંગની પ્રશંસા કરે છે, પરંતુ તેના નબળા સ્ટ્રાઈક રેટની પણ ઉગ્રતાથી ટીકા કરે છે. બાબર આઝમનો સ્ટ્રાઈક રેટ ફોર્મેટના સંદર્ભમાં ખાસ કરીને T20માં ઘણો નબળો રહ્યો છે. તાજેતરમાં જ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર આકિબ જાવેદે કહ્યું હતું કે તેમની ટીમે પાકિસ્તાન સુપર લીગ (PSL)માં જાણીજોઈને બાબરને આઉટ કર્યો નહીં.


પ્રેસ કોન્ફરન્સમાં બાબરને પૂછવામાં આવ્યો સવાલ

આકિબે કહ્યું હતું કે બાબર ધીમી સ્ટ્રાઈક રેટથી રન બનાવે છે જે તેની ટીમ માટે ફાયદાકારક છે. આથી તેની ટીમ કરાચી કિંગ્સના સુકાનીએ બાબર આઝમને આઉટ કર્યો ન હતો. આ જ સવાલ એક પત્રકારે પ્રેસ કોન્ફરન્સમાં પૂછ્યો હતો, જેના પર બાબર ગુસ્સે થઈ ગયો હતો. ગુસ્સામાં પણ બાબરે આનો યોગ્ય જવાબ આપતા કહ્યું કે, વ્યક્તિગત હુમલો ન કરવો જોઈએ.

તમે સામાન્ય વાત કરો વ્યક્તિગત નહીં: બાબર

વાસ્તવમાં બાબર ઈંગ્લેન્ડ સામેની T20 સીરીઝની પ્રથમ મેચને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો હતો. આ દરમિયાન પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું, 'જો તેને આ લાગે છે, તો તે મારા માટે સારી વાત છે. હવે પાકિસ્તાન ટીમ વિશે વાત કરીએ તો સારું રહેશે. લોકોનો પોતાનો અભિપ્રાય છે. અમે તેમના પર ધ્યાન આપતા નથી. દરેક વ્યક્તિનો દૃષ્ટિકોણ હોય છે. દરેક વ્યક્તિ એક ખેલાડી તરીકે આવી બાબતોમાંથી પસાર થયો છે. કેટલું દબાણ? કેટલી મુશ્કેલીઓ છે? કેટલી જવાબદારીઓ છે? તેથી વ્યક્તિગત હુમલો ન કરવો જોઈએ. તે માત્ર એક ખેલાડી વિશે જ નહીં પરંતુ સમગ્ર ટીમ વિશે હોય છે. તમે સમજુ વાત કરો.

અમારો પ્રયાસ આધુનિક ક્રિકેટ રમવાનો: બાબર

બાબરે કહ્યું, 'પાવરપ્લેનો સારો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે કેવી રીતે રમ્યા તેનો પર આ નિર્ભર છે. જ્યારે વિકેટો વહેલી પડે છે, ત્યારે તમે ઈનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કરો છો. તમે મેચને લાંબી ચલાવવાનો પ્રયાસ કરો છો. અમે પાવરપ્લે સારી રીતે રમ્યા હતા. મારી અને મોહમ્મદ રિઝવાનની ભાગીદારીમાં અમે ઇનિંગને લંબાવવાનો પ્રયાસ કરીએ છીએ. અમે આધુનિક ક્રિકેટ રમવાનો પ્રયાસ કરીએ છીએ.


છેલ્લા એક વર્ષમાં T20 ઈન્ટરનેશનલમાં બાબરનું પ્રદર્શન

કુલ મેચ: 19

સ્કોર: 550

સરેરાશ: 30.55

સ્ટ્રાઈક રેટ: 121.95

અર્ધસદી: 6

T20 આંતરરાષ્ટ્રીય કરિયરમાં બાબરનું પ્રદર્શન

કુલ મેચઃ 80

રન : 2754

સરેરાશ: 42.36

સ્ટ્રાઈક રેટ: 128.81

સદી: 1

અર્ધસદી: 26

  • Follow us on: