• પાકિસ્તાનના અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો
  • બાબર આઝમે અરશદને ગોલ્ડ જીતવા પર અભિનંદન પાઠવ્યા
  • યુઝર્સે આ પોસ્ટ પર બાબરને ઘણો ટ્રોલ કર્યો

પાકિસ્તાનના અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિક 2024માં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ગોલ્ડ જીત્યા બાદ અરશદના ખૂબ વખાણ થઈ રહ્યા છે. પાકિસ્તાનમાં ઉજવણીનો માહોલ છે. તેની અસર સોશિયલ મીડિયા પર પણ જોવા મળી હતી. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમે અરશદને ગોલ્ડ જીતવા પર અભિનંદન પાઠવ્યા છે. બાબરે તેના ખૂબ વખાણ કર્યા છે. આ માટે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.

સોશિયલ મીડિયા પર બાબર આઝમ થયો ટ્રોલ

વાસ્તવમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ લાંબા સમયથી સારૂ પ્રદર્શન કરી શકી નથી. તે ODI વર્લ્ડકપ 2023માંથી બહાર થઈ ગઈ હતી. આ પછી તે T20 વર્લ્ડકપ 2024માં પણ કંઈ ખાસ કરી શકી નથી. આ પછી પાકિસ્તાની ટીમને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. હવે જ્યારે અરશદે પાકિસ્તાન માટે ગોલ્ડ જીત્યો ત્યારે ચાહકોએ બાબરને આડે હાથ લીધો. તેણે અરશદના વખાણ કરવા માટે X પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ પર યુઝર્સે ઘણી કોમેન્ટ કરી છે.

બાબર આઝમે અરશદના કર્યા વખાણ

બાબરે X પર અરશદનો ફોટો શેર કર્યો છે. આ સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, "30 વર્ષ બાદ પાકિસ્તાનમાં સોનું આવ્યું છે." આ મોટી સિદ્ધિ માટે અરશદ નદીમને ખૂબ ખૂબ અભિનંદન. તમે આખા દેશને ગૌરવ અપાવ્યું છે.'' સોશિયલ મીડિયા યુઝર્સે તેની પોસ્ટ પર બાબરને પ્રશંસા કરી છે. પરંતુ ઘણા યુઝર્સે તેને ટ્રોલ પણ કર્યો છે.

તમને જણાવી દઈએ કે જેવલિન થ્રોમાં ભારતને નીરજ ચોપરા પાસેથી ગોલ્ડ મેડલની આશા હતી. પરંતુ તે માત્ર સિલ્વર મેડલ જીતી શક્યો હતો. જ્યારે અરશદ નદીમે ઓલિમ્પિક રેકોર્ડ બનાવી ગોલ્ડ જીત્યો હતો.


  • Follow us on: