• 30 ઓગસ્ટથી એશિયા કપની શરૂઆત થશે
  • આ વખતે પાકિસ્તાન એશિયા કપનું મેજબાન
  • પાકિસ્તાન-નેપાળ વચ્ચે પ્રથમ મેચ રમાશે

એશિયા કપ 2023ની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમવામાં આવશે. બંને ટીમ વચ્ચે 30 ઓગસ્ટે મેચ રમવામાં આવશે. એશિયા કપ પહેલાં પાકિસ્તાની ટીમ અફઘાનિસ્તા વિરુદ્ધ 3 વનડે મેચની સીરિઝ રમશે. આ તમામ વચ્ચે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે એશિયા કપ અને પાકિસ્તાનની ટીમની આશા પર પ્રતિક્રિયા આપી છે. આ ઉપરાંત તેમણે પાકિસ્તાન-અફઘાનિસ્તાન સીરિઝમાં ડેબ્યૂ કરનારા ખેલાડીઓ અંગે વાતચીત કરી છે.

અફઘાનિસ્તાન સીરિઝ પહેલાં બાબર આઝમે શું કહ્યું?

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે કહ્યું કે, હું હંમેશા મારી ટીમના ખેલાડીઓને કહું છું કે, આપણે ખુદ પર વિશ્વાસ રાખવાનો છે. મેદાન પર તમે તમારૂં 100 ટકા આપો. સાથે પાકિસ્તાનના કેપ્ટને કહ્યું કે, આગામી એશિયા કપ અને વર્લ્ડકપ માટે અમારી ટીમ શાનદાર છે. તેમણે કહ્યું કે, થોડા દિવસો પહેલાં ટેસ્ટ સીરિઝમાં અમે શ્રીલંકાને હરાવ્યું હતું. અફઘાનિસ્તાન વિરુદ્ધ સીરિઝમાં અમે આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશું. સાથે જ તેમણે કહ્યું કે, આ સીરિઝ દરમિયાન પાકિસ્તાની ટીમમાં અનેક નવા ચહેરા જોવા મળશે.

મોટા ભાગના ખેલાડી દુનિયાની અલગ-અલગ લીગમાં રમ્યા

બાબર આઝમે કહ્યું કે, નવા ખેલાડી શ્રીલંકા વિરુદ્ધ સીરિઝમાં સારૂં પ્રદર્શન કરશે. આ સીરિઝમાં રમનારા તમામ નવા ખેલાડીઓને શુભેચ્છા. તેમણે વધુમાં કહ્યું કે, મોટા ભાગના ખેલાડીઓ સમગ્ર દુનિયાની અલગ-અલગ લીગમાં રમી ચૂક્યા છે, પરંતુ પાકિસ્તાન માટે રમવું તે અલગ પડકાર હશે.

  • Follow us on: