• બાબર આઝમે વિરાટ અને રોહિતના કર્યા વખાણ
  • હું રોહિત અને વિરાટનો ફેન છું- બાબર આઝમ
  • આ વર્લ્ડકપમાં પાકિસ્તાન સતત ચાર મેચ હાર્યું

પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ માટે આ વર્લ્ડકપ કંઈ ખાસ રહ્યો નથી. વર્લ્ડકપમાં પાકિસ્તાન એક પછી એક મેચ હારી રહ્યું છે. પહેલી અને બીજી મેચ જીત્યા બાદ પાકિસ્તાન સતત 4 મેચ હારી ચૂક્યું છે. જેના કારણે બાબરની કેપ્ટનશીપ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આ બધું હોવા છતાં બાબર આઝમે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી વિશે એક મોટી વાત કહી છે. બાબરના નિવેદને ભારતીય ફેન્સનું દિલ જીતી લીધું છે.

હું રોહિત અને વિરાટનો ફેન છું- બાબર આઝમ

જોકે બાબર આઝમની કેપ્ટનશિપ પર દુનિયાભરમાં સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ એક વ્યક્તિત્વના રૂપમાં બાબરે ફેન્સનું દિલ જીતી લીધું છે. બાબર આઝમે મીડિયા સાથે વાત કરતા વિરાટ કોહલી અને રોહિત શર્માના વખાણ કર્યા છે. તેણે કહ્યું કે રોહિત શર્મા અને વિરાટ કોહલી મારા ફેવરિટ બેટ્સમેન છે. હું હંમેશા આ બંને ખેલાડીઓ પાસેથી શીખવાનો પ્રયત્ન કરું છું. જ્યારે પણ ટીમ પ્રેશરમાં હોય છે ત્યારે આ બંને ખેલાડીઓ અલગ-અલગ રીતે રમે છે અને ટીમને જીત અપાવવામાં મદદ કરે છે. પ્રેશર હેઠળ રોહિત અને વિરાટ સારૂ પ્રદર્શન કરે છે. બાબર આઝમે આ નિવેદની ભારતીય ક્રિકેટ ફેન્સના દિલ જીતી લીધા છે.

બાબર આઝમની કેપ્ટનશીપ ખતરામાં!

રોહિત શર્મા અને વિરાટ કોહલી સિવાય બાબરે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનના પણ વખાણ કર્યા છે. તેણે કેનને વધુ સારો બેટ્સમેન ગણાવ્યો છે. બાબરના આ નિવેદનની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. ખાસ કરીને ભારતીય ફેન્સ બાબરને સકારાત્મક વ્યક્તિત્વ ગણાવી રહ્યા છે. બાબર પોતાની ટીમને વર્લ્ડકપમાં જીત અપાવવામાં સક્ષમ નથી. તેને લઈને પાકિસ્તાનના ઘણા મોટા ક્રિકેટરોએ તેને કેપ્ટનશિપ છોડવાની સલાહ આપી છે. અનુભવીનું કહેવું છે કે બાબર આઝમ એક સારો બેટ્સમેન છે પરંતુ યોગ્ય કેપ્ટન નથી.


  • Follow us on: