- પાકિસ્તનના કેપ્ટન બાબર આઝમની વોટ્સએપ ચેટ વાયરલ
- પાંચ મહિનાથી ખેલાડીઓને નથી મળ્યો પગાર: રાશિદ લતીફ
- પાકિસ્તાને વર્લ્ડકપ 2023માં 6માંથી 4 મેચ હારી
પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપમાં સતત ખરાબ પ્રદર્શન કરી રહી છે અને આ માટે તેની ઘણી ટીકા થઈ રહી છે. આ સિવાય ટીમના આ શરમજનક પ્રદર્શન બાદ પાકિસ્તાનમાં સુકાની બાબર આઝમને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે કે તેને કેપ્ટનશીપથી હટાવી શકાય છે. હવે બાબર આઝમની વોટ્સએપ ચેટ વાયરલ થઈ છે. બાબર આઝમની વોટ્સએપ ચેટ પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પર બતાવવામાં આવી હતી.
પાંચ મહિનાથી ખેલાડીઓને નથી મળ્યો પગાર
સાઉથ આફ્રિકા સામેની હાર બાદ પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર રાશિદ લતીફે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, બાબર આઝમ બે દિવસથી PCB અધ્યક્ષને મેસેજ કરી રહ્યા છે પરંતુ તેઓ તેમના મેસેજનો જવાબ આપી રહ્યા નથી. તે સલમાન નસીર અને ઉસ્માન વાહલાને પણ મેસેજ કરી રહ્યો છે. તેઓ જવાબ ન આપવાનું કારણ શું છે? આ પછી, એક પ્રેસ રિલીઝ જારી કરવામાં આવે છે જેમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય કરાર પર ફરીથી હસ્તાક્ષર કરવામાં આવશે અને પહેલાના કરારને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. જો ખેલાડીઓને પાંચ મહિનાથી પગાર મળ્યો નથી તો ખેલાડીઓ શું રમશે?
બાબર આઝમની વોટ્સએપ ચેટ લીક
હવે પાકિસ્તાની ન્યૂઝ ચેનલે દાવો કર્યો છે કે બાબર આઝમે PCB અધ્યક્ષને કોઈ મેસેજ મોકલ્યો નથી. આ માટે બાબર આઝમની લીક થયેલી વોટ્સએપ ચેટ પણ બતાવવામાં આવી હતી જેમાં બાબર આઝમે કહ્યું હતું કે મેં PCB અધ્યક્ષને આવો મેસેજ સંદેશ મોકલ્યો નથી.
વર્લ્ડકપમાં પાકિસ્તાનનું પ્રદર્શન
વર્લ્ડકપ 2023માં પાકિસ્તાનનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. આ ટૂર્નામેન્ટમાં 6 માંથી માત્ર 2 મેચ જીતી છે. પાકિસ્તાને વર્લ્ડકપની શરૂઆતમાં પોતાની પ્રથમ બં મેચ જીતી હતી અને ત્યારબાદ સતત ચાર મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. વર્લ્ડકપ 2023માં પાકિસ્તાન લગભગ સેમિફાઇનલની રેસમાંથી બહાર થઇ ગયું છે. હાલમાં પાકિસ્તાન 4 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.