• વર્લ્ડકપ 2023માં પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ખરાબ પ્રદર્શન
  • પાકિસ્તાન ટીમને તેની છ મેચમાં માત્ર બે મેચ જીતી
  • પાકિસ્તાન પોઇન્ટ ટેબલમાં ચાર પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને

વર્લ્ડકપ 2023માં પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું છે. પાકિસ્તાન ટીમને તેની છ મેચમાં માત્ર બે જીત અને ચાર હારનો સામનો કરવો પડ્યો છે. જે પછી પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં ચાર પોઈન્ટ (-0.387) સાથે છઠ્ઠા સ્થાને છે. ટીમના કેપ્ટન બાબર આઝમની કેપ્ટનશીપ પર લોકો સતત સવાલો ઉઠાવી રહ્યા છે. આટલું જ નહીં, ઘણા પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો તેમના સ્થાને અન્ય કોઈ ખેલાડીને ટીમની કમાન સોંપવામાં આવે તેવું સૂચન કરી રહ્યા છે. પીસીબી પણ આ જ વલણ અપનાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

અબ્દુલ રઝાકે પોતાના મંતવ્યો શેર કર્યા

આ સીરિઝમાં પાકિસ્તાનના પૂર્વ વિસ્ફોટક ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકે પણ પોતાના મંતવ્યો શેર કર્યા છે. પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ અબ્દુલ રઝાકે કહ્યું, 'જો તમે કેપ્ટનશિપ બદલવા માંગો છો, તો તમારી પાસે ઘણા વિકલ્પો છે. આ યાદીમાં પૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદથી લઈને મોહમ્મદ રિઝવાન અને શાન મસૂદ સુધીના નામ સામેલ છે. વધુમાં તેમણે કહ્યું કે, 'ટીમનો કેપ્ટન માત્ર સારો ક્રિકેટર જ નહીં પણ એક સારો માણસ પણ હોવો જોઈએ. ત્રણેય ખેલાડીઓમાં આ ગુણ છે. તમે તેમને જોઈ શકો છો.’

બાબર આઝમની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી

બાબર આઝમની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે પાકિસ્તાન માટે અત્યાર સુધીમાં કુલ 267 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન 297 ઇનિંગ્સમાં 12873 રન બનાવ્યા છે. બાબરના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 31 સદી અને 87 ફિફ્ટી છે. બાબર આઝમ હાલમાં ICC દ્વારા જારી કરાયેલી ODI રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન છે.

20 માંથી 10 ટેસ્ટ જીતી

બાબર આઝમની કેપ્ટનશિપ હેઠળ પાકિસ્તાન અત્યાર સુધી 20 ટેસ્ટ રમી છે. જેમાં 10 મેચ જીત્યું છે અને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 4 મેચ ડ્રો રહી હતી. વર્લ્ડકપ સિવાય બાબર આઝમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ કેપ્ટન તરીકે કંઈ ખાસ કરી શક્યો નથી. જો કે, જો આપણે ગયા વર્ષે યોજાયેલા T20 વર્લ્ડ કપની વાત કરીએ તો, પાકિસ્તાનની ટીમ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી, પરંતુ તેને ઇંગ્લેન્ડના સામે હારનો સામનો કરવો પડ્યો હતો.


  • Follow us on: