• પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ
  • પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે જીત્યું દિલ
  • સીનિયર ખેલાડી પાસે ન બંધાવી સૂઝની દોરી

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચમાં પોતાના સીનિયર ખેલાડીને ઈજ્જત આપીને તમામનું દિલ જીત્યું છે. વનડે વર્લ્ડકપ 2023ની 22મી મેચ ચેન્નઈના ચિદંબરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં બાબર આઝમે અફઘાનિસ્તાનના સીનિયર અને અનુભવી ખેલાડી મોહમ્મદ નબી પાસે પોતાના સૂઝની દોરી બાંધવા ઈનકાર કર્યો હતો. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

સીનિયર ખેલાડીની રાખી રિસ્પેક્ટ

ક્રિકેટના મેદાનમાં અવાર-નવાર જોવા મળે છે કે, ફીલ્ડિંગ ટીમના ખેલાડી બેટ્સમેનના સૂઝની દોરી બાંધતા હોય છે, પરંતુ પાકિસ્તાનના કેપ્ટને ફીલ્ડિંગ કરી રહેલા અફઘાની ખેલાડી મોહમ્મદ નબીને આવું કરવા દીધું નહીં. વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, બાબર પિચથી થોડા દૂર પોતાના સૂઝની દોરી બાંધતો હતો. જેને જોઈને મોહમ્મદ નબી સૂઝની દોરી બાંધવા માટે આવે છે, પરંતુ બાબર આઝમ આવું કરવા માટે ઈનકાર કરે છે.


બાબર અને નબીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

બાબર આઝમ અને મોહમ્મદ નબીનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ક્રિકેટ મેદાન પરનો આ વીડિયો ક્યાંકને ક્યાંક ક્રિકેટ ફેન્સનું દિલ જીતી રહ્યો છે. બાબરે નબીને કેમ સૂઝ ન બાંધવા દીધા, એ હજુ સ્પષ્ટ નથી થયું, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ઉંમર અને અનુભવમાં મોહમ્મદ નબીની બાબર આઝમે ઈજ્જત કરી છે.

5મી મેચ રમી રહ્યું છે પાકિસ્તાન

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની ટીમ વર્લ્ડકપ 2023ની 5મી મેચ રમી રહી છે. આ પહેલાં રમવામાં આવેલી 4 મેચમાં બાબર સેનાએ 2 મેચ જીતી છે અને 2 મેચ ગુમાવી છે. અત્યારના સમયે પાકિસ્તાની ટીમ પોઈન્ટ ટેબલ પર ટોપ-4માંથી બહાર છે. આવી સ્થિતિમાં જો પાકિસ્તાન આજે અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચ હારશે, તો ટીમનું સેમીફાઈનલમાં પહોંચવું મુશ્કેલ થઈ જશે.


  • Follow us on: