- પાકિસ્તાનની ટીમ 201 રન પર ઓલઆઉટ
- પાકિસ્તાનનો ટોપ ઓર્ડર બાંગ્લાદેશ સામે ફેલ
- પાકિસ્તાન 50 ઓવર પણ ન રમી શક્યું
2023 એશિયા કપ પહેલાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શ્રીલંકામાં 3 મેચની વનડે સીરિઝ ચાલી રહી છે. આ સીરિઝના પ્રથમ વનડે મેચમાં અફઘાનિસ્તાનના બોલરની બોલબાલા જોવા મળી છે. ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવા આવેલી પાકિસ્તાનની ટીમ 50 ઓવર પણ રમી શકી નથી.
પાકિસ્તાની ટીમ 201 રન પર ઓલઆઉટ
અફઘાનિસ્તાનની ઘાતક બોલિંગ સામે પાકિસ્તાનની ટીમ માત્ર 47.1 ઓવરમાં 201 રન પર ઓલઆઉટ થઈ છે. પાકિસ્તાન માટે સૌથી વધુ રન ઓપનર ઈમામ ઉલ હકે બનાવ્યા છે. ઈમામે 94 બોલમાં 2 ફોરની મદદથી 61 રનની ઈનિંગ રમી છે. આ ઉપરાંત શાદાબ ખાને 39 અને ઈફ્તિખાર અહમદે 30 રન બનાવ્યા છે.
અફઘાનિસ્તાન સામે પાકિસ્તાનનો ટોપ ઓર્ડર ફેલ
આ પહેલાં અફઘાનિસ્તાન સામે પાકિસ્તાનનો ટોપ ઓર્ડર ફેલ સાબિત થયો છે. ફખર જમાન 2, બાબર આઝમ 0, આગા સલમાન 07 અને મોહમ્મદ રિઝવાન 21 રન બનાવીને આઉટ થયો છે. પાકિસ્તાને માત્ર 62 રન પર જ પોતાની 4 વિકેટ ગુમાવી હતી. જે બાદ 112ના રને પાકિસ્તાનની અડધી ટીમ પેવેલિયનમાં આવી હતી.
ઓફ સ્પિનરે બતાવ્યો ઝલવો
અફઘાનિસ્તાન માટે ફઝલહક ફારુકીએ 1 વિકેટ લીધી હતી. તેમણે ફખર જમાનને પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જે બાદ ઓફ સ્પિનર મુઝીબ ઉર રહેમાને 3 વિકેટ લીધી હતી. મુઝીબે બાબર અને રિઝવાન સાથે ઉસામા મીરને આઉટ કર્યા હતા.