• ભારત 10 વર્ષથી ICC ટ્રોફી જીતી નથી
  • આ વર્ષે ભારતમાં વર્લ્ડકપનું આયોજન
  • ભારત 10 વર્ષ બાદ ટ્રોફી પોતાના નામે કરશે?

ગત 10 વર્ષથી ભારતીય ક્રિકેટ ટીમ કોઈ પણ ICC ટ્રોફી જીતી શકી નથી. ICC ટૂર્નામેન્ટના નોકઆઉટ મેચ સુધી પહોંચ્યા બાદ પણ ટીમ ઈન્ડિયા ટ્રોફી જીતી શકી નથી, ત્યારે આ વર્ષે ભારતમાં વનડે વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી ભારતીય ફેન્સને ભારતીય ટીમ ખિતાબ જીતે તેવી આશા છે. આ તમામ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન રાશિદ લતીફે ટીમ ઈન્ડિયાને લઈ મોટું નિવેદન આપ્યું છે.

રાશિદ લતીફે શું કહ્યું?

રાશિદ લતીફે પોતાની યૂટ્યુબ ચેનલ પર જણાવ્યું કે, ટીમ ઈન્ડિયા ICC ટ્રોફી કેમ જીતી શકતી નથી. રાશિદ લતીફનું માનવું છે કે, ભારતીય ક્રિકેટ ટીમમાં આંતરિક વિખવાદ છે. આ સાથે તેમણે વિરાટ કોહલી પર પણ પ્રતિક્રિયા આપી છે. લતીફે કહ્યું કે, વિરાટ કોહલીએ જ્યારથી કેપ્ટન પદ છોડ્યું છે, ત્યારથી ટીમ ઈન્ડિયા મિડલ ઓર્ડરની બેટિંગ માટે સંઘર્ષ કરી રહી છે. આ જ કારણે ભારતીય ટીમ વારંવાર ICC ટૂર્નામેન્ટમાં નિરાશાજનક પ્રદર્શન કરે છે.

રાશિદ તલીફે વિરાટ કોહલી અંગે શું કહ્યું?

રાશિદ લતીફે કહ્યું કે, વિરાટ કોહલી એક દિશામાં કામ કરી રહ્યા હતા, પરંતુ તેમને કેપ્ટનના પદ પરથી હટાવી લેવામાં આવ્યા છે. હવે ટીમ ઈન્ડિયા આંતરિક વિખવાદના કારણે સારૂં પ્રદર્શન કરી શકતી નથી. તેમણે કહ્યું કે, વિરાટ કોહલી કેપ્ટન તરીકે ICC ટૂર્નામેન્ટમાં સારૂં પ્રદર્શન કરી શક્યો નથી. કારણ કે, વિરાટને જે ખેલાડીની જરૂર હતી, તે ખેલાડી મળ્યા નહતા. વધુમાં લતીફે કહ્યું કે, આગામી દિવસોમાં 2 મોટી ઈવેન્ટ થવાની છે. શ્રીલંકામાં એશિયા કપ અને ભારતમાં વર્લ્ડકપ. ભારતીય ટીમ પાસે સારા ખેલાડી છે. આ ટીમ જીતી શકે છે, પરંતુ નંબર 4 પર કામ કરવાની જરૂર છે. ભારતીય ટીમને નંબર 4 પર સારા બેટ્સમેનની જરૂર પડશે.


  • Follow us on: