• T20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાનનું ખરાબ પ્રદર્શન
  • બાબરની કેપ્ટનસી અને બેટિંગ પર સવાલ ઉભા થયા
  • પાકિસ્તાનની હાર બાદ બાબર આઝમનું મોટું નિવેદન

પાકિસ્તાને T20 વર્લ્ડકપમાં આયર્લેન્ડને હરાવ્યું હતું, પરંતુ બાબર આઝમની ટીમને પાકિસ્તાન પરત ફરવું પડશે. વાસ્તવમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ સુપર-8 રાઉન્ડ માટે ક્વોલિફાય કરી શકી નથી. આ પછી પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમની કેપ્ટન્સી અને બેટિંગ પર ઘણા સવાલો ઉભા થયા હતા. માનવામાં આવી રહ્યું છે કે બાબર આઝમને સુકાનીપદેથી હટાવી શકાય છે. જો કે આયરલેન્ડને હરાવ્યા બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો. તેણે એ પણ કહ્યું કે આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની ક્યાં ભૂલ થઈ?

'અમારી પાસે ભારત અને અમેરિકાને હરાવવાની તક હતી, પરંતુ...'

આયર્લેન્ડને હરાવ્યા બાદ બાબર આઝમે કહ્યું કે અમે સારું પ્રદર્શન કર્યું, બોલિંગમાં ઝડપી વિકેટ લીધી. જોકે અમારા બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા, પરંતુ અમે લોઅર ઓર્ડરની મદદથી લક્ષ્ય હાંસલ કર્યું હતું. અહીંની સ્થિતિ બોલરોના હિસાબે હતી, તેથી બોલરોએ ફાયદો ઉઠાવ્યો, અમે બેટિંગમાં કેટલીક ભૂલો કરી. અમારી પાસે ભારત અને અમેરિકાને હરાવવાની તક હતી, પરંતુ અમે તેમ કરવામાં નિષ્ફળ ગયા અને પરિણામ ભોગવવા પડ્યા.

'જો ટીમને મારી જરૂર હોય તો હું ઓપનિંગ કરવા તૈયાર છું'

આ સિવાય પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે પોતાના બેટિંગ ઓર્ડર વિશે વાત કરી. બાબર આઝમે કહ્યું કે જો ટીમને જરૂર હોય તો હું 3 નંબર પર અથવા ઓપનિગ બેટિંગ કરવા તૈયાર છું... ટીમની જરૂરિયાત મુજબ હું કોઈપણ નંબર પર બેટિંગ કરવા તૈયાર છું. બાબર આઝમ વધુમાં કહે છે કે અમારી પાસે સારા ખેલાડીઓ છે, આગળ સિરીઝ રમવાની છે, તેથી કેટલાક ખેલાડીઓને આરામ આપવો પડશે. તેમજ અમે બેસીને જોઈશું કે ટીમ તરીકે આપણે ક્યાં ભૂલો કરી? આ ટુર્નામેન્ટમાં એક ટીમ તરીકે અમારું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક હતું.

  • Follow us on: