• T20 વર્લ્ડકપ પાકિસ્તાને આયર્લેન્ડને હરાવીને લાજ બચાવી
  • શાહીને આફ્રિદીએ શાનદાર બોલિંગ કરીને ત્રણ વિકેટ ઝડપી
  • આ મેચમાં આફ્રદીને ખોટા અંગ્રેજીના કારણે ટ્રોલ કરવામાં આવ્યો

T20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાનનો મુકાબલો આયર્લેન્ડ સામે છે. આ મેચમાં પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ શાનદાર બોલિંગ કરીને ત્રણ વિકેટ ઝડપી હતી. જો કે તેના ખોટા અંગ્રેજીના કારણે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

જાણો શું છે સમગ્ર મામલો

વાસ્તવમાં, આયર્લેન્ડની ઈનિંગની 14મી ઓવરના ત્રીજા બોલ પર આયર્લેન્ડના બેટ્સમેન માર્ક એડેરે મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન શાહીન આફ્રિદી અને ઉસ્માન બંને આ કેચ પકડવા દોડ્યા હતા. આ દરમિયાન બંને એકબીજા સાથે અથડાયા અને જમીન પર પડી ગયા.

આયર્લેન્ડની ઇનિંગ બાદ શાહીન શાહ આફ્રિદીને આ વિશે પૂછવામાં આવ્યું હતું. તેને પૂછવામાં આવ્યું કે તેની અને ઉસ્માન વચ્ચે ટક્કર કેવી રીતે થઈ. જો કે, તેને આ પ્રશ્ન સમજાયો નહીં કારણ કે તે અંગ્રેજીમાં પૂછવામાં આવ્યો હતો અને તેણે ખોટો જવાબ આપતા કહ્યું કે નવો બોલ સ્વિંગ થઈ રહ્યો છે અને જૂનો બોલ પણ બોલરોને મદદ કરી રહ્યો છે. મને લાગે છે કે અમે બોલિંગ યુનિટ તરીકે સારું પ્રદર્શન કર્યું છે.

આયરિશ બેટ્સમેનો નિષ્ફળ રહ્યા

આયરિશ બેટ્સમેનમાંથી કોઈ પણ પાકિસ્તાની બોલરો સામે કંઈ ખાસ કરી શક્યું ન હતું અને આખી ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 106 રન જ બનાવી શકી હતી. આયર્લેન્ડ તરફથી ગ્રેથ ડેનલીએ 31 રન અને જોશુઆ લિટલ 22 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ ચાર ઓવરમાં 22 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તેના સિવાય ઈમાદ વસીમે 8 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. મોહમ્મદ આમિરે બે અને હરિસ રઉફે એક વિકેટ લીધી છે.

પાકિસ્તાને જીત હાંસલ કરી હતી

107 રનનો પીછો કરતી વખતે પાકિસ્તાનના બેટ્સમેનો પણ કંઈ ખાસ કરી શક્યા ન હતા અને ટીમને જીતવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. પાકિસ્તાન તરફથી બાબર આઝમે 32 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. આ સિવાય શાહીન શાહ આફ્રિદીએ પણ અંતમાં બે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી.

  • Follow us on: