• T20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાનનું ખરાબ પ્રદર્શન
  • પાકિસ્તાન ક્રિકેટમાં મોટા પાયે ફેરફારની સતત માંગ
  • બાંગ્લાદેશના ક્રિકેટર તમીમ ઈકબાલે PCBને આપી સલાહ

T20 વર્લ્ડકપમાં લીગ સ્ટેજમાંથી બહાર થયા બાદ પાકિસ્તાન સતત શરમનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમની રણનીતિ ઉપરાંત ખેલાડીઓના પ્રદર્શન પર પણ સવાલો ઉઠી રહ્યા છે. પાકિસ્તાન ક્રિકેટમાં મોટા પાયે ફેરફારની સતત માંગ છે. આ દરમિયાન બાંગ્લાદેશ તરફથી પાકિસ્તાન ક્રિકેટને સુધારવાનો સંદેશ આવ્યો છે. વાસ્તવમાં બાંગ્લાદેશના ઓપનર તમિમ ઈકબાલે ટ્વીટ કર્યું છે. તમીમ ઈકબાલની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

પાકિસ્તાન ક્રિકેટ કેવી રીતે સુધારી શકાય?

હવે બાંગ્લાદેશના ઓપનર તમિમ ઈકબાલે પોસ્ટમાં લખ્યું છે- પાકિસ્તાનને T20 વર્લ્ડકપમાંથી બહાર થતા જોઈને દુઃખ થયું, પરંતુ આશા છે કે તેઓ આગામી સમયમાં વધુ સારું પ્રદર્શન કરશે. તેમજ શાહિદ આફ્રિદી જેવા સિનિયર પાકિસ્તાન ક્રિકેટને સાચો રસ્તો બતાવવાનું કામ કરશે. જો કે તમીમ ઈકબાલની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

T20 વર્લ્ડકપમાં પાકિસ્તાનનું પ્રદર્શન

પાકિસ્તાન T20 વર્લ્ડકપની લીગ મેચમાંથી જ બહાર થઈ ગયું છે તેણે લીગ સ્ટેજની મેચમાં 2 હાર અને 2 જીત મેળવી હતી. પાકિસ્તાન શરૂઆતની પ્રથમ બે મેચમાં અમેરિકા અને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ પાકિસ્તાનનું T20 વર્લ્ડકપના આગામી રાઉન્ડમાં રમવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. જ્યારે છેલ્લે કેનેડા અને આયર્લેન્ડને હરાવીને પોતાની લાજ બચાવી હતી

  • Follow us on: