- બાંગ્લાદેશે નેપાળને હરાવીને સુપર-8 માટે ક્વોલિફાય થઈ
- T20 વર્લ્ડકપ 2024માં સુપર-8 માટે તમામ ટીમો નક્કી
- સુપર-8ની તમામ મેચો વેસ્ટ ઈન્ડિઝમાં રમવાની છે
T20 વર્લ્ડકપમાં આજે બાંગ્લાદેશ અને નેપાળ વચ્ચે મહત્વની મેચ રમાઈ હતી. બાંગ્લાદેશ પણ આ મેચ 21 રને જીતીને સુપર-8 માટે ક્વોલિફાય થઈ ગયું છે. હવે સુપર-8 માટે આઠ ટીમો કન્ફર્મ થઈ ગઈ છે. આ આઠ ટીમોને 4-4ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. 19 જૂનથી સુપર-8 મેચ રમાશે. સુપર-8ની તમામ મેચો વેસ્ટ ઈન્ડિઝમાં રમવાની છે.
આ ટીમો સુપર-8માં પહોંચી હતી
આજે નેધરલેન્ડને હરાવીને બાંગ્લાદેશ સુપર-8માં પહોંચનારી છેલ્લી ટીમ બની હતી. હવે સુપર-8માં ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, યુએસએ, ઈંગ્લેન્ડ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો છે. આ તમામ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે.
સુપર-8નું પ્રથમ ગ્રુપ- ભારત, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ.
સુપર-8નું બીજું જૂથ - યુએસએ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ.
આ 12 ટીમોની સફર પૂરી થઈ ગઈ છે
હવે T20 વર્લ્ડકપમાં આઠ ટીમ સુપર-8 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. આ વખતે વર્લ્ડકપમાં 20 ટીમોએ ભાગ લીધો હતો. બીજી તરફ વર્લ્ડકપમાંથી 12 ટીમોની સફર ખતમ થઈ ગઈ છે. જેમાં બે મોટી ટીમો પણ સામેલ છે. જેમાં પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, પાપુઆ ન્યુ ગીની, નામીબીઆ, આયર્લેન્ડ, કેનેડા, ઓમાન, સ્કોટલેન્ડ, શ્રીલંકા, યુગાન્ડા, નેપાળ અને નેધરલેન્ડ સામેલ છે.
બાંગ્લાદેશ નેધરલેન્ડને હરાવીને જગ્યા બનાવી
બાંગ્લાદેશે એક મહત્વપૂર્ણ મેચમાં નેધરલેન્ડને 21 રને હરાવીને સુપર-8માં જગ્યા બનાવી લીધી છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 106 રન બનાવ્યા હતા. જેના જવાબમાં નેધરલેન્ડની ટીમ 85 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ તરફથી બોલિંગ કરતી વખતે તન્ઝીમ હસને સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. આ સિવાય મુસ્તાફિઝુર રહેમાને 3 વિકેટ ઝડપી હતી.