• T20 વર્લ્ડકપ 2024માંથી પાકિસ્તાન બહાર થયું છે
  • બાબરની કપ્તાનીમાં પાકિસ્તાન સુપર-8માં ન પહોંચ્યું
  • વર્લ્ડકપમાં બાબર આઝમની પણ ઘણી ટીકા થઈ છે

T20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાન ક્રિકેટ ટીમની સફર હવે પૂરી થઈ ગઈ છે. આ વખતે બાબર આઝમની કપ્તાની હેઠળની પાકિસ્તાની ટીમ સુપર-8માં પણ પોતાનું સ્થાન બનાવી શકી નથી. પાકિસ્તાને 4 લીગ મેચમાંથી માત્ર 2 જ જીતી હતી. ટૂર્નામેન્ટની શરૂઆતની મેચમાં જ પાકિસ્તાનને યજમાન યુએસએ જેવી નબળી ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ આ આખા વર્લ્ડકપમાં બાબર આઝમની પણ ઘણી ટીકા થઈ છે.

બાબરનું પ્રદર્શન પણ આ ટૂર્નામેન્ટમાં કંઈ ખાસ રહ્યું નથી. પાકિસ્તાને તેની છેલ્લી લીગ મેચમાં આયર્લેન્ડ સામે બીજી જીત હાંસલ કરી હતી. હવે કેપ્ટન બાબર આઝમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાબર હારનો આરોપ લગાવતો જોવા મળે છે. બાબરના આ વીડિયો પર ચાહકો પણ ખૂબ ગુસ્સે છે.

'હું દરેક ખેલાડી માટે રમી શકતો નથી'

T20 વર્લ્ડકપ 2024 પહેલા બાબર આઝમને ફરી એકવાર પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ ફરી એકવાર બાબરની કેપ્ટનશીપમાં પાકિસ્તાનની ટીમ ICC ટૂર્નામેન્ટમાં ખરાબ રીતે ફ્લોપ રહી હતી. હવે બાબરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાબર કહી રહ્યો છે કે એક કેપ્ટન તરીકે હું દરેક ખેલાડી માટે રમી શકતો નથી. ખેલાડીઓનું પ્રદર્શન સારું નહોતું અને અમે એક ટીમ તરીકે હારી ગયા હતા.

હવે ચાહકો પણ બાબરના આ વીડિયો પર પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ભારત સામેની હારની તો ઈમાદે જવાબદારી લીધી, જ્યારે બાબરે હંમેશની જેમ જ કર્યું અને તમામ ખેલાડીઓને દોષી ઠેરવ્યા. આ વ્યક્તિ તેના અંગત આંકડા માટે રમે છે. ટીમ જીતે કે હારે તેનાથી કોઈ ફરક પડતો નથી.

છેલ્લી મેચમાં પાક ટીમને બીજી જીત મળી હતી

T20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાનની છેલ્લી મેચ 16 જૂને આયર્લેન્ડ સામે હતી. પાકિસ્તાને આ મેચ 3 વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં ફરી એકવાર પાકિસ્તાનના બેટ્સમેનોએ ટીમને નિરાશ કરી હતી. આ સમગ્ર સિઝનમાં પાકિસ્તાનની બેટિંગ ખૂબ જ નબળી રહી હતી. પાકિસ્તાને ટુર્નામેન્ટમાં માત્ર 2 મેચ જીતી હતી અને બંને મેચમાં બાબર સેના બોલરોના આધારે જીતી હતી. હવે પાકિસ્તાન ટીન વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયું છે.

  • Follow us on: