• T20 વર્લ્ડકપમાં શરૂઆતમાં જ બહાર થઈ હતી પાકિસ્તાનની ટીમ
  • PCBએ ટેસ્ટ ટીમની કેપ્ટનશિપને લઈને મોટો નિર્ણય લીધો
  • PCB અને કોચ જેસન ગિલેસ્પીએ શાન મસૂદ પર વિશ્વાસ વ્યક્ત કર્યો

T20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમ શરૂઆતમાં જ બહાર થઈ ગઈ હતી. ટીમના નિરાશાજનક પ્રદર્શન બાદ બાબર આઝમની કેપ્ટનશીપ પર સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન PCBએ ટેસ્ટ ટીમની કેપ્ટનશિપને લઈને મોટો નિર્ણય લીધો છે. PCBએ બુધવારે બેઠક યોજી હતી. આ બેઠકમાં બોર્ડના વરિષ્ઠ અધિકારીઓ, રાષ્ટ્રીય પસંદગીકારો, ગિલેસ્પી, વ્હાઈટ બોલના કોચ ગેરી કર્સ્ટન અને સહાયક કોચ અઝહર મહમૂદ હાજર રહ્યા હતા.

જાણો કોણ બનશે ટેસ્ટ ટીમનો કેપ્ટન

PCB અને કોચ જેસન ગિલેસ્પીએ શાન મસૂદ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તે લાલ બોલમાં પાકિસ્તાનની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. આ વર્ષે ઓક્ટોબરમાં પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની યજમાની કરવાની છે. પાકિસ્તાનને બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝનો પણ સામનો કરવાનો છે.


બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરાઇ

PCB અને કોચ સાથેની બેઠકમાં રાષ્ટ્રીય ટીમને સફેદ અને લાલ બોલના ફોર્મેટમાં તૈયાર કરવાની યોજના તૈયાર કરવામાં આવી હતી. આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા સામેના પ્રવાસમાં પાકિસ્તાનની કેપ્ટનશીપ શાન મસૂદને આપવામાં આવી હતી. જો કે આ શ્રેણીમાં પણ પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો.

બાબરના ભવિષ્યને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી

PCBએ બાબરની કેપ્ટનશીપ અંગે પણ ચર્ચા કરી છે. જો કે તેના ભવિષ્ય અંગે વધુ નિર્ણય લેવામાં આવશે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ખેલાડી શહીદ આફ્રિદીએ કહ્યું કે બાબરને ઘણી તકો મળી છે. આવી સ્થિતિમાં PCBએ હવે આત્મમંથન કરવાની જરૂર છે.

  • Follow us on: