• ભારતના શ્રીલંકા પ્રવાસનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો
  • ભારતનો શ્રીલંકા પ્રવાસ 26 જુલાઈથી T20 સિરીઝથી શરૂ થશે
  • 7મી ઓગસ્ટે વનડે સિરીઝ સાથે સમાપ્ત થશે મેચ

ભારતના શ્રીલંકા પ્રવાસનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગુરૂવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આની જાહેરાત કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયા ત્રણ મેચોની T-20 સિરીઝ અને એટલી જ મેચોની ODI સિરીઝ રમશે. ભારતનો શ્રીલંકા પ્રવાસ 26 જુલાઈથી T20 સિરીઝથી શરૂ થશે. તે 7મી ઓગસ્ટે વનડે સિરીઝ સાથે સમાપ્ત થશે. તમને જણાવી દઈએ કે ભારત-શ્રીલંકા સીરીઝ વચ્ચે T-20 અને ODI સીરીઝની 6 મેચ ક્યાં લાઈવ જોઈ શકાશે.

અહીં જોઇ શકશો લાઈવ

મળતી માહિતી મુજબ શ્રીલંકા સામેની સિરીઝ ભારતમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકાશે. તે હિન્દી અને અંગ્રેજી સહિત એચડી ચેનલો પર ટીવી પર જોઈ શકાય છે. જ્યારે મોબાઈલ પર તેને Sony Liv એપ અને વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમ કરી શકાય છે. જોકે, મોબાઈલ માટે સબસ્ક્રિપ્શન જરૂરી રહેશે. તમને જણાવી દઈએ કે SonyLIV ભારત-ઝિમ્બાબ્વે સિરીઝ માટે સત્તાવાર પ્રસારણ ભાગીદાર પણ છે.

ક્યારે થશે ટીમની જાહેરાત?

ભારત અને શ્રીલંકા વચ્ચેની સિરીઝ માટેની ટીમની જાહેરાત ઝિમ્બાબ્વે સિરીઝ બાદ કરવામાં આવશે. ઝિમ્બાબ્વે સામેની સિરીઝ રવિવારે 14 જુલાઈના રોજ સમાપ્ત થશે. સંભવતઃ આ પછી 15 જુલાઈએ ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સીરિઝ માટે રોહિત શર્માને આરામ આપવામાં આવશે. જોકે, રોહિતે T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આવી સ્થિતિમાં તેને માત્ર વનડે માટે પસંદ કરી શકાય છે, પરંતુ તેને આરામ આપવામાં આવી શકે છે.


વિરાટને અપાઇ શકે છે આરામ

બીજી તરફ વિરાટ કોહલીને પણ આરામ આપવામાં આવી શકે છે. હાલમાં ભારતીય ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. જ્યાં IPLના સ્ટાર ખેલાડીઓએ પદાર્પણ કર્યું છે. પસંદગીકારો આમાં શાનદાર પ્રદર્શન કરનારા કેટલાક ખેલાડીઓ પર પણ નજર રાખી રહ્યા છે. બીજી T20 મેચમાં શાનદાર સદી ફટકારનાર ખેલાડી અભિષેક શર્માનું નામ કન્ફર્મ માનવામાં આવી રહ્યું છે.

અલગ-અલગ હોઈ શકે છે કેપ્ટન

આ પ્રવાસ પર હાર્દિક પંડ્યાનું નામ ટી-20 સીરીઝ માટે ચર્ચામાં છે અને કેએલ રાહુલનું નામ વનડે સીરીઝ માટે ચર્ચામાં છે. બંનેને અલગ-અલગ સિરીઝ માટે કેપ્ટનશિપ આપવામાં આવી શકે છે. ખાસ વાત એ છે કે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરનું આ પ્રથમ કાર્ય હશે. તે પહેલીવાર ભારતીય ટીમ સાથે જોવા મળશે.

  • Follow us on: