• T20 વર્લ્ડકપ 2024માં શ્રીલંકન ક્રિકેટ ટીમનું ખરાબ પ્રદર્શને
  • હવે શ્રીલંકાને ભારત સામે ટી-20 સિરીઝ રમવાની છે
  • વાનિન્દુ હસરંગાએ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો

T20 વર્લ્ડકપ 2024માં શ્રીલંકન ક્રિકેટ ટીમનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. ટીમને બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટુર્નામેન્ટમાં તેના નિરાશાજનક પ્રદર્શન બાદ ટીમની ઘણી ટીકા થઈ હતી. હવે શ્રીલંકાને ભારત સામે ટી-20 સિરીઝ રમવાની છે. બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ 26 જુલાઈના રોજ રમાશે. આ સીરીઝ પહેલા જ શ્રીલંકન ક્રિકેટ ટીમના કેપ્ટન વાનિન્દુ હસરંગાએ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે.

વનિંદુ હસરાંગાએ કહી આ વાત

સુકાની પદ છોડ્યા બાદ વાનિન્દુ હસરંગાએ કહ્યું, 'એક ખેલાડી તરીકે હું શ્રીલંકા માટે સારું કરવાનો પ્રયાસ કરતો રહીશ. હું મારી ટીમ અને આગામી કેપ્ટન સાથે છું, બોર્ડે મને કહ્યું છે કે હું ટીમની ભવિષ્યની યોજનાનો ભાગ છું.


ખરાબ પ્રદર્શનના કારણે છોડી કપ્તાની

દાસુન શનાકાના સ્થાને વાનિન્દુ હસરંગાને ટીમની કેપ્ટનશીપ મળી. જોકે ખરાબ પ્રદર્શનને કારણે તેણે કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં હવે સૌથી મોટો સવાલ એ છે કે ટીમનો નવો કેપ્ટન કોણ બની શકે છે. કુસલ મેન્ડિસ હાલમાં ટીમનો વાઇસ કેપ્ટન છે. આ રીતે તે ટીમનો નવો કેપ્ટન બની શકે છે. સનથ જયસૂર્યા હાલમાં જ શ્રીલંકાના નવા કોચ બન્યા છે.


  • Follow us on: