- હાલ ઝિમ્બાબ્વે પ્રવાસ પર છે ભારતીય ટીમ
- ઝિમ્બાબ્વે બાદ ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસે જશે
- BCCIએ શિડ્યૂલની કરી સત્તાવાર જાહેરાત
ભારતીય ટીમ હાલ ઝિમ્બાબ્વે પ્રવાસ પર છે. જ્યાં ટીમે 5 મેચની T-20 સિરીઝની 3 મેચ રમી છે. ટીમ ઈન્ડિયા આમાં 2-1થી આગળ છે. ઝિમ્બાબ્વે બાદ ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસે જશે. આ પ્રવાસનું શિડ્યૂલ ગુરુવારે જાહેર કરવામાં આવ્યું હતું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેની સત્તાવાર જાહેરાત કરી છે. શિડ્યૂલ અનુસાર, ભારતીય ટીમ માત્ર ત્રણ મેચની ટી-20 અને ત્રણ મેચની વનડે સિરીઝ રમશે.













