- શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે T20 સીરિઝ
- સીરિઝની બીજી મેચ 6 માર્ચે રમાઈ હતી
- આ મેચમાં બંને ટીમ વચ્ચે DRS અંગે વિવાદ
બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમો વચ્ચે ODI વર્લ્ડકપ 2023માં ઘણો વિવાદ થયો હતો. મેચ દરમિયાન ફરી એકવાર આ બંને ટીમો વચ્ચે વિવાદ જોવા મળ્યો હતો. જે બાદ શ્રીલંકાની ટીમની ફિલ્ડ અમ્પાયર સાથે ઘર્ષણ થયું હતું. વાસ્તવમાં આ દિવસોમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે T20 સીરિઝ રમાઈ રહી છે. સીરિઝની બીજી મેચ 6 માર્ચે રમાઈ હતી. જેમાં ફરી એકવાર વિવાદ જોવા મળ્યો હતો.
મેચ દરમિયાન કેમ થયો વિવાદ?
આ વિવાદ ત્યારે થયો જ્યારે બાંગ્લાદેશની ટીમ બેટિંગ કરી રહી હતી અને બાંગ્લાદેશનો બેટ્સમેન સૌમ્ય સરકાર ક્રિઝ પર હાજર હતો. બોલિંગ કરી રહેલા શ્રીલંકાના બોલર બિનુરા ફર્નાન્ડોએ તેના એક બોલ પર આઉટ માટે અપીલ કરી અને ફિલ્ડ અમ્પાયરે સૌમ્યા સરકારને આઉટ આપ્યો. જે બાદ ખેલાડીએ DRSની માંગ કરી હતી. ટીવી અમ્પાયર મસુદુર રહેમાને સંપૂર્ણ તપાસ બાદ ફિલ્ડ અમ્પાયરના નિર્ણયને પલટી નાખ્યો અને સૌમ્યા સરકારને નોટઆઉટ આપવામાં આવ્યો હતો. જ્યારે અલ્ટ્રા એજમાં હિલચાલ જોવા મળી હતી અને સ્પષ્ટ દેખાતું હતું કે બોલ ક્યાંક અથડાયો હતો. જે બાદ શ્રીલંકાની ટીમે થર્ડ અમ્પાયરના આ નિર્ણય પર વિવાદ ઊભો કર્યો હતો.
થર્ડ અમ્પાયરના આ નિર્ણયથી શ્રીલંકાની આખી ટીમ ઘણી નારાજ દેખાઈ રહી હતી. જે બાદ આખી ટીમ ફિલ્ડ અમ્પાયરો પાસે એકઠી થઈ હતી. શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકા અને મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડ આ નિર્ણય પર ખૂબ જ ગુસ્સે દેખાતા હતા. આખી ટીમ અમ્પાયરના આ નિર્ણયને સ્વીકારવા બિલકુલ તૈયાર નહોતી.
DRS અંગે વિવાદ
શ્રીલંકાના આસિસ્ટન્ટ કોચ નવીદ નવાઝે આ વિવાદ પર કહ્યું કે ઓન-ફિલ્ડ અમ્પાયરે તેમને આઉટ આપ્યો હતો અને મને ખાતરી છે કે ટીવી અમ્પાયર પાસે ઓન-ફિલ્ડ અમ્પાયરના નિર્ણયને પલટાવવા માટે નિર્ણાયક પુરાવા હશે. અમે ટીવી સ્ક્રીન પર આખી ઘટના જોઈ. જેને જોઈને એવું લાગતું હતું કે કોઈ સ્પાઈક છે. અમે ટીવી સ્ક્રીન પર જે ફૂટેજ જોયા તે કંઈપણ નક્કી કરવા માટે પૂરતા ન હતા.