• ભારતીય ટીમ રવિવારે વર્લ્ડકપની આગામી મેચ રમશે
  • ઈંગ્લેન્ડ અને ભારતીય ટીમ હશે આમને-સામને
  • હાર્દિક પંડ્યાની વાપસી પર સામે આવ્યું મોટું અપડેટ

ભારતનો દિગ્ગજ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમી શક્યો નહતો. હાર્દિક ટીમમાં ન હોવાથી બેટિંગમાં થોડી સમસ્યા જોવા મળી હતી. આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તમામ ક્રિકેટ ફેન્સ હાર્દિક પંડ્યાને મીસ કરી રહ્યા હતા, ત્યારે BCCI એ હાર્દિક પંડ્યાને લઈ મોટું અપડેટ આપ્યું છે. BCCIના એક અધિકારીએ પંડ્યાના રિપ્લેસમેન્ટને લઈ મોટું નિવેદન આપ્યું છે.

રિપ્લેસમેન્ટને લઈ કહી આ વાત

મીડિયા રિપોર્ટમાં એક BCCIના અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું કે, હાર્દિકની ઈજા ગંભીર નથી અને હજુ રિપ્લેસમેન્ટ જેવી વસ્તુ પર વિચાર કરવામાં આવ્યો નથી. અત્યારે હાર્દિકને સારવાર માટે NCAમાં દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ આશા છે કે, તે જલ્દી સ્વસ્થ થઈ જશે અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ વાપસી કરશે. અધિકારીએ હાર્દિક પંડ્યાના રિપ્લેસમેન્ટ અંગે કહ્યું કે, હાર્દિકના પગમાં ઈજા થઈ છે. જેથી તે જલ્દી ટીમમાં વાપસી કરી શકે છે. પંડ્યાના રિપ્લેસમેન્ટનો સવાજ ઉઠતો જ નથી.

ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાર્દિકનું રમવું જરૂરી

BCCI દ્વારા મળેલી માહિતીથી ફેન્સ અને ભારતીય ક્રિકેટ ટીમે રાહતનો શ્વાસ લીધો છે. હવે ભારતીય ટીમ આગામી રવિવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ રમશે. આ મેચમાં હાર્દિકનું રમવું ખુબ જરૂરી છે. જો ભારત ઈંગ્લેન્ડને હરાવવામાં સફળ રહેશે, તો ટીમ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરશે. ઈંગ્લેન્ડને હરાવીને ભારતીય ટીમ આ વર્લ્ડકપમાં સતત છઠ્ઠી જીત મેળવશે.

  • Follow us on: