- ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડકપની 17મી મેચ
- ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો
- ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા થયો ઈજાગ્રસ્ત
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી મેચમાં બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે, ત્યારે આ મેચમાં ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બોલિંગ કરવા સમયે ઈજાગ્રસ્ત થયો છે. જે બાદ તેને હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે.
વિરાટ કોહલીએ ઓવર પૂર્ણ કરી
હાર્દિક પંડ્યા બાંગ્લાદેશની ઈનિંગમાં 9મી ઓવર નાખવા આવ્યો હતો, પરંતુ તે માત્ર 3 બોલ જ નાખી શક્યો હતો. જે બાદ ભારતીય ઓલરાઉન્ડર મેદાન છોડીને હોસ્પિટલ ગયો હતો. જેથી વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાની ઓવર પૂર્ણ કરી હતી.
આજે મેદાનમાં નહીં આવે હાર્દિક પંડ્યા
ભારતીય ફેન્સ માટે સારા સમાચાર નથી. ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ઈજા બાદ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. હોસ્પિટલમાં હાર્દિક પંડ્યાનો સ્કેન કરવામાં આવશે. આ સાથે આજે હાર્દિક પંડ્યા મેદાન પર પરત ફરશે નહીં. આ ભારત માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે, પરંતુ હવે સવાલ એ છે કે, આગામી મેચ સુધીમાં હાર્દિક પંડ્યા ફિટ થઈ જશે?
બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી
ભારત-બાંગ્લાદેશ મેચની વાત કરવામાં આવે તો, બાંગ્લાદેશને કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં બાંગ્લાદેશનો નિયમિત કેપ્ટન શાકિબ અલ હસન રમી રહ્યો નથી. આ મેચના શરૂઆતમાં બાંગ્લાદેશના બેટ્સમેનોએ સારી શરૂઆત કરી હતી.
બંને દેશની પ્લેઇંગ ઇલેવન-
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાઝ.
બાંગ્લાદેશ: તંજીદ હસન, લિટ્ટન દાસ, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મહેદી હસન મિરાજ, તૌહીદ હ્રિદોય, મુશફિકુર રહીમ (વિકેટકીપર), મહમુદુલ્લાહ, નસુમ અહમદ, હસન મહમ્મદ, મુસ્તાફિઝુર રહેમાન, શોરીફુલ ઈસ્લામ