- ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડકપની 17મી મેચ
- બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી
- ભારત પોતાની ત્રણેય મેચ જીત્યું
આજે વર્લ્ડકપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચ વર્લ્ડકપ 2023ની 17મી મેચ છે. આ મેચ પુણેમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ પોતાની પ્રથમ 3 મેચ જીતીને મેદાનમાં ઉતરી છે, જ્યારે બાંગ્લાદેશની ટીમ અત્યાર સુધીની 3 મેચમાંથી માત્ર 1 મેચ જીતી શકી છે. આ મેચમાં બાંગ્લાદેશના કેપ્ટને ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશના સ્ટેન્ડ ઈન કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ કહ્યું કે, પિચ અને હવામાનને ધ્યાનમાં રાખીને અમે પહેલાં બેટિંગ કરવા માંગીએ છીએ. સાથે રોહિત શર્માએ કહ્યું કે, તે બોલિંગ કરવા જ માંગતા હતા.
બંને ટીમના કેપ્ટને શું કહ્યું?
બાંગ્લાદેશના કેપ્ટને કહ્યું કે, હું ટીમનું નૈતૃત્વ કરૂં છું એ મારા અને મારા પરિવાર માટે ગર્વની ક્ષણ છે. અમે આજે પહેલાં બેટિંગ કરવા માંગીએ છીએ. આ વિકેટ ખુબ ફ્રેશ લાગી રહી છે. જો અમે એક સારો સ્કોર બનાવશું, તો તે ટીમ માટે સારૂં રહેશે. શાકિબ અત્યારે થોડો સંઘર્ષ કરી રહ્યો છે. તેની જગ્યાએ નસુમને તક આપવામાં આવી છે. ભારત સાથે અમારી અમુક શ્રેષ્ઠ યાદો છે. આશા છે કે, અમે અમારૂં ફોર્મ જાળવી રાખશું. મને આશા છે કે, આ એક શ્રેષ્ઠ મેચ હશે. અમને દર્શકોની ભીડ જોવી પસંદ છે. આશા છે કે, ફેન્સ બંને ટીમને સમર્થન કરશે.
રોહિત શર્મા- અમે પહેલાં બોલિંગ કરવા માંગતા હતા. અત્યારે આ ચીઝ અમારા માટે કામ કરી રહી છે. જેથી અમારે બદલવાનું કાંઈ કારણ નથી. વર્લ્ડકપમાં એ ખુબ જરૂરી હોય છે કે, તમામને યોગ્ય જગ્યાએ રાખવામાં આવે. અમારા ખેલાડી સારા ફોર્મમાં છે, તેની માનસિક સ્થિતિ ખુબ સારી છે અને ક્રિકેટ રમવાનો આનંદ લઈ રહ્યા છે. અમે અત્યાર સુધી સારૂં ક્રિકેટ રમ્યું છે.
બંને દેશની પ્લેઈંગ ઈલેવન-
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાઝ.
બાંગ્લાદેશ: તન્ઝીદ હસન, લિટ્ટન દાસ, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મહેદી હસન મિરાજ, તૌહીદ હ્રિદોય, મુશફિકુર રહીમ (વિકેટકીપર), મહમુદુલ્લાહ, નસુમ અહમદ, હસન મહમ્મદ, મુસ્તાફિઝુર રહેમાન, શોરીફુલ ઈસ્લામ