- એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનો દબદબો
- કબડ્ડી ટીમે પોતાની પ્રથમ મેચમાં જ બતાવ્યો દમ
- બાંગ્લાદેશને 55-18થી આપી માત
એશિયન ગેમ્સ 2023માં ભારતીય કબડ્ડી ટીમે પોતાના અભિયાનની શરૂઆત આજથી કરી છે. ભારતીય ટીમે પોતાની પ્રથમ મેચમાં જ બાંગ્લાદેશે ઘૂળ ચટાડી છે. આ મેચમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને 37 પોઈન્ટના લાંબા અંતરથી માત આપી છે. ભારતે બાંગ્લાદેશની ટીમને 55-18થી હરાવી છે.
શરૂઆતથી બાંગ્લાદેશ પર બનાવ્યો હતો દબાવ
ભારતીય કબડ્ડી ટીમે આ મેચમાં શરૂઆતથી બાંગ્લાદેશ પર દબાવ બનાવી રાખ્યો હતો. ભારતીય રેડર્સ નવીન અને અર્જુન દેશવાલ ખુબ આક્રામક જોવા મળ્યો હતો. આ બંનેએ એક બાદ એક બાંગ્લાદેશના ડિફેન્સને ધ્વસ્ત કર્યું હતું. સાથે ભારતીય ડિફેન્ડે બાંગ્લાદેશના રેડર્સને ટેકલ કર્યા હતા. પવન સહરાવત, સુરજીત અને અસલમ ઈમાનદાર પ્રભાવી જોવા મળ્યા હતા
પ્રથમ હાફમાં 19 પોઈન્ટની લીડ
પ્રથમ હાફમાં ભારતીય ટીમની બાંગ્લાદેશ પર 19 પોઈન્ટની લીડ થઈ હતી. હાફ ટાઈસ સુધી સ્કોર 24-9 થયો હતો. બીજા હાફમાં ભારતીય ટીમ વધુ આક્રામક જોવા મળી હતી. બીજા હાફમાં ભારતે 31 પોઈન્ટ પ્રાપ્ત કર્યા હતા. બાંગ્લાદેશના રેડર્સ આ મેચમાં કાંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. અંતમાં ભારતે આ મેચમાં 55-18થી જીત મેળવી છે.
આવી હતી ભારતીય ટીમની શરૂઆતી લાઈનઅપ
પવન સહરાવત(કેપ્ટન), સુરજીત સિંહ, અસલમ ઈમાનદાર, નવીન કુમાર, પરવેશ ભૈસવાલ, વિશાલ ભારદ્વાજ, નિતીશ કુમાર
ભારતીય કબડ્ડી સ્ક્વોડ
પવન સહરાવત(કેપ્ટન), સુરજીત સિંહ, અસલમ ઈમાનદાર, નવીન કુમાર, પરવેશ ભૈસવાલ, વિશાલ ભારદ્વાજ, નિતીશ કુમાર, અર્જુન દેસવાલ, સુનીલ કુમાર, નિતિન રાવલ, સચિન તંવર, આકાશ શિંદે.