• એશિયન ગેમ્સમાં જ્યોતિ યારાજીએ જીત્યો સિલ્વર મેડલ
  • ચીની ખેલાડી યન્ની વૂએ ફૉલ્સ સ્ટાર્ટ લેતા મેડલ ગુમાવ્યું
  • એશિયન ગેમ્સ 2023માં ભારતે અત્યાર સુધીમાં 52 મેડલ જીત્યા

ચીનમાં યોજાઈ રહેલ એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતીય ટીમોએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ગેમ્સના 8માં દિવસે ભારતે એક ડઝનથી વધુ ગોલ્ડ જીત્યા છે. આજે એશિયન ગેમ્સમાં યજમાન ચીનની એથલીટની બેઈમાની સામે આવી છે. ભારતના વિરોધ બાદ ચીનની એથલીટના હાથમાંથી મેડલ છિનવી લેવાયું છે અને ભારતને તેનો ફાયદો મળ્યો છે.

ચીનની ખેલાડી યન્ની વૂએ ચિટિંગ કરી

ચીનમાં એશિયન ગેમ્સમાં જ્યોતિ યારાજીએ ભારતને 52મો મેડલ અપાવ્યો હતો. તેણે 100 મીટર હર્ડલ રેસમાં બ્રોન્ઝ જીત્યો હતો. આ ઈવેન્ટમાં ચીનની ખેલાડી યન્ની વૂએ ચિટિંગ કરી હતી. ચીનની ખેલાડી યન્ની વૂએ 100 મીટર હર્ડલ રેસ દરમિયાન ફૉલ્સ સ્ટાર્ટ લીધું હતું. ભારતીય અધિકારીઓ વિરોધ કરતા રમત-ગમત અધિકારીઓએ તપાસ કરી હતી જેમાં ચીનની ખેલાડી દોષિત સાબિત થઇ હતી. જેના કારણે યાન્ની વૂને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ રીતે જ્યોતિનો મેડલ અપગ્રેડ થતા તેણે સિલ્વર મેડલ જીત્યો હતો.

ભારતની મેડલમાં ફિફ્ટી

ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2023માં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. આ ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 52 મેડલ જીત્યા છે. જેમાં 13 ગોલ્ડ, 21 સિલ્વર અને 18 બ્રોન્ઝ મેડલ સામેલ છે. 1 ઓક્ટોબરે તેજિન્દર પાલ સિંહ તૂરે શોટ પુટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે જ સમયે, અવિનાશ સાબલે 3000 મીટર સ્ટીપલચેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

  • Follow us on: