- ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થશે
- વર્લ્ડકપ 2023ની ટોપ-7 ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી માટે થશે કવોલિફાય
- ભારત ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન જશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCB વચ્ચે ફરી એકવાર જંગ શરૂ થઇ છે. આ વખતે જંગ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને થઈ રહી છે, જેનું આયોજન પાકિસ્તાન દ્વારા કરવામાં આવનાર છે. આવી સ્થિતિમાં, ભારતીય ટીમ આ ICC ટૂર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાનના પ્રવાસે જશે કે નહીં તે જ પ્રશ્ન ફરી એક વાર ઉભો થયો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષોના રાજકીય મતભેદોને કારણે આ બંને દેશોની ક્રિકેટ ટીમો એકબીજાના દેશમાં જઈને ક્રિકેટ રમતી નથી. છેલ્લા ઘણા સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ટૂર્નામેન્ટ થઈ નથી, પરંતુ ICC ટૂર્નામેન્ટમાં આ બંને ટીમો ચોક્કસપણે ટકરાશે.
શું ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા જશે?
તાજેતરમાં પૂરા થયેલા એશિયા કપની યજમાની પાકિસ્તાને કરવાનું હતું, પરંતુ ભારતે પાકિસ્તાન જવાની ના પાડી દીધી, જેના કારણે એશિયા કપની યજમાની પાકિસ્તાનની સાથે સાથે શ્રીલંકાને પણ સોંપવામાં આવી અને ભારતની તમામ મેચો શ્રીલંકાના સ્ટેડિયમમાં રમાઈ હતી. તે પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ કહ્યું હતું કે તેમની ટીમ પણ ભારતમાં યોજાનારા વર્લ્ડકપમાં ભાગ લેવા ભારત નહીં આવે, પરંતુ એવું થયું નહી અને પાકિસ્તાનની ટીમ ભારત વર્લ્ડકપ રમવા ભારત આવી હતી.
ICC દ્વારા પુષ્ટિ કરવામાં આવી
પાકિસ્તાને પોતાનો વિચાર બદલી નાખ્યો અને તેને વર્લ્ડકપ રમવા ભારત આવવું પડ્યું. હતું. હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે, જેની ICC દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે શું ભારતીય ટીમ પાકિસ્તાન જશે? ICCના પ્રવક્તાએ તાજેતરમાં આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ 2023ની ટોપ-7 ટીમો યજમાન પાકિસ્તાનની સાથે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ક્વોલિફાય થશે.