• સાઉથ આફ્રિકાએ બનાવ્યા સૌથી વધુ વખત 350+ રન
  • આફ્રિકાએ વર્લ્ડકપ 2023માં 3 વખત બનાવ્યા 350+ રન
  • વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા 350+ રન બનાવવામાં બીજા સ્થાને

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે નેધરલેન્ડ સામે 399 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ટાર્ગેટનો પીછો કરતા સમગ્ર નેધરલેન્ડની ટીમ માત્ર 90 રનના સ્કોરમાં ઓલઆઉટ થઇ ગઇ હતી અને 309 રનથી મેચ હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આટલો મોટો સ્કોર કરીને એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ઓસ્ટ્રેલિયાની ટીમે વર્લ્ડ કપમાં 7મી વખત 350થી વધુનો સ્કોર પાર કર્યો છે.

આ યાદીમાં સાઉથ આફ્રિકા ટોચ પર

વર્લ્ડકપના ઈતિહાસમાં અત્યાર સુધી સૌથી વધુ વખત 350થી વધુનો સ્કોર સાઉથ આફ્રિકાના નામે છે. સાઉથ આફ્રિકાએ વર્લ્ડકપ મેચોમાં અત્યાર સુધીમાં કુલ 8 વખત 350 કે તેથી વધુ રન બનાવ્યા છે. સાઉથ આફ્રિકાના આ રેકોર્ડની ખાસ વાત એ છે કે તેણે 2023ના વર્લ્ડ કપમાં જ ત્રણ વખત 350થી વધુ રન બનાવ્યા છે, જે એક વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે.

ઓસ્ટ્રેલિયાએ 7 વખત 350થી વધુ સ્કોર કર્યો

અત્યાર સુધી, સાઉથ આફ્રિકા સિવાય, અન્ય કોઈ ટીમે વર્લ્ડકપ સિઝનમાં ત્રણ વખત 350થી વધુ રન બનાવ્યા નથી. જોકે આ વર્લ્ડકપ હજુ પૂરો થયો નથી. આવી સ્થિતિમાં, આશા છે કે આવનારા સમયમાં સાઉથ આફ્રિકા સહિત અન્ય ટીમો ઘણી વખત 350 થી વધુ સ્કોર કરી શકે છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાન પર છે.

ભારત ચોથા સ્થાને

ઓસ્ટ્રેલિયન ટીમે ODI વર્લ્ડકપના ઈતિહાસમાં અત્યાર સુધીમાં કુલ 7 વખત 350થી વધુ રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાનો 350થી વધુનો સાતમો સ્કોર ગઈકાલે રાત્રે નેધરલેન્ડ સામે આવ્યો હતો. આ યાદીમાં ભારતીય ટીમ ત્રીજા સ્થાન પર છે. વર્લ્ડકપના ઈતિહાસમાં ભારતે 4 વખત 350 થી વધુ રન બનાવ્યા છે. 

  • Follow us on: